________________
6:5
૪૧૫
- ૨૮ : અદાલતના આંગણે – 68 – દીક્ષિતના કુટુંબની દયા ન ખાઓ ! સંઘ એને વધાવવા તૈયાર છે?
આજે વિધવાને પૂરું ખાવા નથી મળતું, એનાં સાસુ-સસરા એને પૂરું ખાવા પણ નથી આપતાં, ત્યાં શું કર્યું ? છતે પતિએ ત્રાસ સહન કરનારી પત્નીઓ માટે શું કર્યું ? છતે ધણીએ અને છતી ધણિયાણીએ વ્યભિચારી બનનાર માટે શું કર્યું ? છતે બાપે છોકરાં દૂધ વિના ટળવળે છે ત્યાં શું કર્યું ? છતા દીકરાએ અને છતી વહુએ ડોસા-ડોસીને ચૂલા આગળ બેસી ધુમાડો ખાવો પડે છે ત્યાં શું કર્યું ? આ બધા માટે જરા પણ ફીકર નહિ રાખનારા એ પરોપકારીઓ રખે કોઈ બે-પાંચ જણાએ દીક્ષા લીધી ત્યાં તો આગળ આવી પોકાર ઉઠાવશે કે-“એની સ્ત્રીનું શું ? એનાં બાળબચ્ચાંનું શું ? એનાં માબાપનું કોણ ?” અરે ભાઈ તું મફતિયો એની ચિંતા શા માટે કરે છે ? એની ચિંતા રાખનારો તારો બાપ સંઘ બહુ મોટો બેઠો છે. કોઈ દીક્ષિતના કુટુંબને તો સંઘ પુષ્પોથી વધાવવા તૈયાર છે, દીક્ષિતના કુટુંબની ભક્તિ કરવાથી તો સંઘ પોતાને કૃતાર્થ માને છે. એ ભક્તિમાં પોતાની લક્ષ્મી ક્યારે સાર્થક બને એ માટે તો સંઘ સદાયે સુંદર મનોરથો સેવે છે.
એ લોકોને મારે કહેવું છે કે-તમે દીક્ષિતના કુટુંબીઓની દયા ન ખાઓ પણ તમારા પોતાની દયા ખાઓ. ભણેલા કેટલાય પાસે આજે પાટલૂનના પણ પૈસા નથી અને ખુરશી ટેબલના ખર્ચા જેટલી પણ આવક નથી. અમને કોર્ટમાં ખેંચી ગયા ત્યાં અમને આ બધું નજરે જોવા મળ્યું છે. વકીલાતની ડીગ્રીઓ ધરાવનારાને મેં રૂપિયાની નોટિસ લખાવવા માટે અસીલોની દાઢીમાં હાથ નાંખતા જોયા..બે તો બે, પણ લાવ, એ મળશે તો કાલે પાટલૂન ધોવા અપાશે. મને તો એ જોઈને થયું કે-“અરે ! આ આર્યદેશમાં આવો પાક પાક્યો ક્યાંથી ? ભૂખે તો એ મરે છે કે દીક્ષિતના કુટુંબીઓ ?' શાસનની ભક્તિ માટે :
આજે દેશ તરફ નજર કરો. ત્યાં કઈ બૂમરાણ સંભળાય છે ? કહે છે કે“દેશ માટે ઝંપલાવો ! જાનની પણ પરવા ન કરો ! ઘરબાર, માબાપ, કુટુંબપરિવાર બધાને મૂકીને આવો ! સ્ત્રી પરથી પ્રેમ ઉતારીને આવો !” ત્યાં આ પ્રમાણે એલાન કરે છે. એને પૂછો કે, પછી માબાપ ભૂખે મરશે, કુટુંબ રઝળશે, પત્ની, બાળકો રડવા બેસશે, એ બધાંનું શું ? કેટલાય સારા સારા માણસો જેલમાં ગયા. એનાં બૈરાં-છોકરાં અને કુટુંબીઓ ચોધાર આંસુએ રડી રહ્યાં છે. ત્યાં તો કહે છે કે “એ તો બધું દેશભક્તિ માટે છે.” તો હું કહું છું કે