________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
સંસારના સુખમાં પણ દુ:ખ માનવું તેનું નામ સંવેગ; કેમ કે એ સુખ વસ્તુત: સુખ જ નથી. સંવેગ થવાથી એ આત્મા બહિર્મુખ મટી અંતર્મુખ બને છે. પછી અંતર્મુખ બનેલો એ પ્રશાંત બને છે. પ્રશાંત બનેલો આત્મા ઉત્તમ પ્રકારની વિચારણા કરે છે. વિચારણા કરતાં એને ભવ ભયંકર ભાસે છે. પ્રાણીમાત્રને માટે આ સંસાર એને ક્લેશકર જણાય છે, કેમકે એ જન્મ, જરા, મૃત્યુ, વ્યાધિ અને શોકથી ભરેલો છે. એ બધા ક્લેશનો જ્યાં સર્વથા અભાવ છે એ જ મોક્ષ છે. અહિંસાદિથી એ મોક્ષ સિદ્ધ થાય છે. ભવ્ય આત્મા પોતાની તમામ શક્તિનો ઉપયોગ કરે તો મોક્ષ મેળવી શકે છે. સંવેગ જેને થયો છે તેવો પ્રશાંત આત્મા આટલી વિચારણામાં નિશ્ચિત થાય એટલે એને ભવ નિર્ગુણ લાગે અને મોક્ષ ગુણરૂપ લાગે. એ સમ્યગ્દષ્ટિ બને છે. પછી એની પ્રેમપૂર્વકની ચેષ્ટા મોક્ષ માટે જ થાય અને તે પણ “યથામમ્” આગમાનુસાર હોય.
૪૨૪
994
પૂ. આચાર્યદેવ શ્રી હરિભદ્રસૂરિ મહારાજા ફરમાવે છે કે-આવી નિશ્ચિત વિચારણા ધરાવતો સમ્યગ્દષ્ટિ આત્મા જે રીતે અનુષ્ઠાન કરે તે તે જ કરે. અન્ય ક્ષુદ્રોથી એ ન થાય. કેમકે સમ્યગ્દષ્ટિનું હૃદય મુક્તિની ભાવનાથી રંગાયેલું છે. એટલે મુક્તિ સાથે એકાકાર હૃદયવાળો એ, જેવું અનુષ્ઠાન કરી શકે તેવું અનુષ્ઠાન ક્ષુદ્ર આત્માઓ ન જ કરી શકે. ક્ષુદ્ર આત્માઓનું હૃદય તો જ્યાં ત્યાં ભટકતું હોય છે. આ વાત સમજાવવા ત્યાં દૃષ્ટાંત આપ્યું કે-કામી માણસ અન્ય સ્ત્રીમાં જેવો આસક્ત હોય અને એને વશ કરવા તે જે જે ક્રિયા કરે તે વખતે એ બહારનું ભાન ભૂલી જાય છે. એ જ રીતે મુક્તિ વનિતામાં રાગી બનેલો સમ્યગ્દષ્ટિ આત્મા મુક્તિ માટેની તમામ ક્રિયા કરે. દુનિયાની બીજી ક્રિયાઓમાં એ તદ્દન નિરસ હોય છે.
સમ્યગ્દષ્ટિને ખટકે શું ?
હવે મહાત્મા આગળ વધીને કહે છે કે-સમ્યગ્દષ્ટિ જે જે અનુષ્ઠાન કરે તેનાથી સાધવા લાયક વસ્તુ સમ્યક્ પ્રકારે ન સધાય તો એને ચેન ન પડે. શું ન સધાય તો સમ્યગ્દષ્ટિને દુઃખ થાય અને શું ન સધાય તો આજના ધર્મીને દુ:ખ થાય, એ કહો. જ્યારે જ્યારે પોતાના અનુષ્ઠાનથી દર્શન, જ્ઞાન, ચારિત્ર સમ્યક્ પ્રકારે ન સધાય ત્યારે ત્યારે સમ્યગ્દષ્ટિના હૃદયમાં દુઃખ થાય. દુનિયાની કોઈ વસ્તુ ન મેળવાય ત્યાં એને દુ:ખ થાય, કેમકે એનું હૃદય મુક્તિની ભાવનાથી રંગાયેલું છે. સમ્યગ્દષ્ટિને મુક્તિ ક્યારેક યાદ આવે કે સતત યાદ આવે ? તમને દિવસમાં ક્યારે ક્યારે યાદ આવે છે ? જો ન આવે તો તમારે માટે ઉપરની બધી વાત નકામી થઈ ગઈ.