________________
૪૦૮
-
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ હાથનું રમકડું છે. બીજો પ્રમુખ એવો કે પોતાનું ધાર્યું જ કરે-એની સત્તા આડે કોઈ આવી શકે નહિ, પોતાને બોલવું હોય એ જ બોલે અને પોતાને યોગ્ય લાગે એ જ કરે. એ પ્રમુખપદને લાયક ગણાય-લોકોને ભલે પ્રમુખના કાયદાની સમજ ન હોય પણ એટલું તો સમજે છે કે પ્રમુખપણાને યોગ્ય. ઘણા શિક્ષક એવા હોય છે કે જેને જોતાંની સાથે જ ગમે તેવા તોફાની છોકરી પણ શાંત થઈને બેસી જાય. અને બીજા કેટલાક એવા શિક્ષક હોય કે જે ગમે તેટલા હાકોટા કરે તોયે છોકરા ગભરાય નહિ. શિક્ષકની રીતભાતથી જ છોકરાઓ શિક્ષકને ઓળખી જાય. એ જ રીતે સમ્યગ્દષ્ટિની દુનિયાની કરણી એવી લુખી હોય કે જોનારને જણાઈ આવે. જોનાર કહે કે ભલે એ દુનિયામાં રહ્યો છે, પણ એ લુખ્ખો છે.
સભાઃ “એટલે એની છાયા પડે.”
છાયા પડે એ ઓછી વાત છે ? આપણે વાત છાયાની જ કરીએ છીએ. છાયાનું જ કામ છે. છાયા એવી હોય કે ખોટી વાત કરનાર ડરે:
સાધુની છાયા એવી હોય કે દુનિયાના અર્થ-કામના લોભી પણ સાધુ પાસે અર્થ-કામની વાત કરતાં અચકાય-યુવાન સોળ વરસનો દીકરો મરી ગયો હોય તો સાધુ પાસે એ વાત કરતાં મૂંઝાય, કારણ કે એ સમજે છે કે સાધુ એ વાત સાંભળે ભલે, પણ એ તો કહેવાના કે-ભાઈ, સંસારમાં મૃત્યુ તો નિશ્ચિત જ છે, માટે એની પાછળ શોક કરીને નવાં કર્મ ન બાંધવા-સાધુ તો એને યોગ્ય શબ્દોમાં સંસારના પદાર્થોનું નશ્વરપણું સમજાવે. અને એના યોગે વાત કરવા આવેલામાં વૈરાગ્ય જ પ્રેરે. સાધુ કાંઈ એના ભેગો ખરખરો કરવા ન બેસે.
ગૃહસ્થો સાધુ પાસે આવીને મોજથી અર્થ-કામની વાતો કરી જાય તો એ સાધુની સાધુતામાં ઊણપ ગણાય. એવા સાધુની છાયા ન જ પડે-એના ઉપદેશની અસર ન થાય. જ્ઞાની આગળ અજ્ઞાનીને બધું પૂછવાની છૂટ ખરી પણ જ્ઞાનગોષ્ઠિમાં ડખો કરવા માટે નહિ. ડખો કરવા આવેલા સામે એ જ્ઞાની કે ઉપદેશકનું એવું વર્તન હોય કે ફરીને એ ડખો કરવા આવનારને ભય લાગે. એને એમ થઈ જાય કે અહીં આપણા કોઈ ઉધમાત નહિ ચાલે. એટલા માટે જ્ઞાનીએ કદી કડક પણ થવું પડે. ન થાય તો ન ચાલે. એ કડકાઈ એ ગુસ્સો નથી પણ અજ્ઞાનીને ઊંધે માર્ગે જતાં રોકવાની એક જાની તાકાત છે. એ ન કેળવાય તો પેલા ઠેકાણે ન આવે. એક, બે ને ત્રણ વાર એ રીતે કડકાઈ બતાવે તો પેલા ચૂપ થાય. એમ કરતાં એ સાધુને ગુસ્સાખોર પણ કહે પણ તેથી મૂંઝાયે