________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
માનવજીવનની કિંમત જ નથી. દશ દૃષ્ટાંતે દુર્લભ માનવજીવનને કેટલી ભયંકર ઉપમા આપી ? વસ્તુ જેટલી સારી તેટલી જ તેમાં અયોગ્ય વસ્તુ ભળે એટલે નકામી. યોગ્ય સ્થાને બેઠેલો પૂજાય, પણ એ સ્થાનને અનુરૂપ થઈને રહે તો, જો એ ન આવડે તો એવો ગબડે કે સ્થાને બેઠા પહેલાંની લાયકાત પણ ગુમાવે. હોદ્દાનું પણ એવું છે. હોદ્દે ન બેઠા હોય ત્યાં સુધીની વાત જુદી પણ હોદ્દે બેઠા પછી એની જવાબદારી ન જળવાય તો લાયકાત ગુમાવે અને કિંમત કોડીની થાય.
૪૧૦
980
સમ્યગ્દષ્ટિ સંસારમાં નિરસ :
સમ્યગ્દષ્ટિની સંસારની લુખ્ખાશ સૌ જોઈ શકે. કેટલી લુખ્ખાશ, શાથી લુખ્ખાશ એ ભલે પરોક્ષ રહે પણ લુખ્ખાશ તો પ્રત્યક્ષ જ થાય-મારા શેઠની પેઢી એ મારી પેઢી' એમ મુનીમ ભલે બોલે, પણ પેઢીમાં લહાય લાગે ત્યારે જે આઘાત શેઠને થાય તે મુનીમને ન થાય. ભલે મુનીમની આંખમાં પાણી પણ આવે અને શેઠની આંખમાં પાણી ન આવે, તો પણ જોનારને મોઢાની આકૃતિ પરથી જ ભેદ જણાઈ આવે. શેઠનું મોઢું જોઈને સહેજે ખ્યાલ આવે કે ‘આના દુઃખનો પા૨ નથી.’
પતિના મરણનું દુઃખ છેડા વાળવામાં નથી પરખાતું, પણ એકાંતમાં પરખાય છે. દુ:ખના આઘાત વખતે બોલાય ? દુ:ખનો ડૂમો હૈયે હોય ત્યારે મોંએ ગીત ચાલે ? બધા જાય અને ઘરમાં એકલીં પડે ત્યારે ખરું દુઃખ થાય. એ વખતે બોલાવો તો બોલી પણ ન શકે. પાંચ મિનિટ મૌન રાખવું પડે-એ પાણી પીએ, ડૂમો હેઠો બેસે, પછી એનાથી બોલાય-રાગડા તાણે એ તો ઢોંગ સમજવા.
બે જણા ખાવા બેસે, એક વગર ઇચ્છાએ ખાય અને બીજો રસપૂર્વક ખાય એનો ભેદ ન પરખાય ? પેલાને ગળે ઉતારતાં સાત-પાંચ થાય અને બીજો સબડકા લેતો જ જાય એ વાત કાંઈ છુપાય ?
પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજા કહે છે કે સમ્યગ્દષ્ટિ સંવેગ પામેલા અને પ્રશાંત બનેલા આત્માની આટલી વસ્તુ પ્રત્યક્ષ દેખાય. કઈ વસ્તુ ?
એ આત્માને સંસાર નિર્ગુણ ભાસે, મોક્ષ ગુણમય લાગે, એની પ્રેમપૂર્વકની ચેષ્ટા મુક્તિ માટે જ હોય અને એ તમામ ચેષ્ટા આગમ કહે તે પ્રમાણે હોય. આગમ ચીંધ્યા રાહે જ ઉદય અને ઉન્નતિ :
શ્રી જિનેશ્વરદેવોના આગમને આઘા મૂકીને સુધારાની, ઉદયની અને પરમાર્થની મોટી મોટી વાતો કરનારાઓ સાચા નથી પણ વસ્તુતઃ મૃષાવાદ અને