________________
985
- ૨૭: ધર્મની મહત્તા સ્વરસિદ્ધ છે – 67 - ૩૯૫ દેશનેતા જૈન ધર્મ અંગીકાર કરતો નથી પણ ધર્મ તજે છે માટે ધર્મમાં ખામી આમ કહેવું એ ન્યાય છે ? તો તો બત્રીસ ક્રોડની વસતીમાં પાંચ લાખ જ જૈનો છે માટે ધર્મની કિંમત નથી, એવું કહે તો પણ એને કોણ રોકી શકે ? હું તો કહું છું કે ધર્મની મહત્તા જ એ છે કે પામરો એમાં પેસી શકતા નથી-ફલાણા ધર્મમાં કેમ ન ટક્યા ? તો કહેવું પડે કે એમનાં અપલક્ષણોથી. જેનામાં ભયંકર ત્રુટિઓ હોય તે કદી ધર્મ સેવી ન શકે.
ભગવાન મહાવીર પાસે ગોશાળો કાયમ રહ્યો, ભગવાનનું ઉત્કટ સંયમ એણે નજરે નિહાળ્યું (આપણે તો એ શાસ્ત્રથી જાણીએ છીએ), ભયંકર ઉપસર્ગોમાં ભગવાનનું ધૈર્ય એણે જાતે જોયું, જ્યારે દવ લાગ્યો ત્યારે
ભગવાન્ ! ભાગો !” એવી બૂમ મારીને એ ભાગ્યો, ભગવાન ઊભા રહ્યા, દવા નજીક આવ્યો, ભગવાનના પગ બળ્યા, દવ બુઝાયો, ભગવાન ધ્યાનમાં અડગ રહ્યા; આવા ઉપસર્ગોમાં પણ ભગવાનની આવી અડગતાને નજરે જોનાર ગોશાળો ભગવાનને કેમ ન પારખી શક્યો ? આટલું આટલું નજરે જોવા છતાં એ પાપાત્માને ભગવાનની સેવાનું મન થતું નથી તો આજના પાપી જીવોને ન થાય ત્યાં નવાઈ શી ? ભગવાન પ્રત્યક્ષ છતાં એ ગોશાળાને ભક્તિરાગ ન થયો તો શાસ્ત્રની વાતોથી અજ્ઞાન એવા આજના કમનસીબ જીવો ન પામી શકે એમાં કાંઈ નવાઈ છે ?
વળી એવા કેટલાક જે જૈનધર્મને તજી ગયા એમાં આજના ભણેલાઓનો જ પ્રતાપ છે, જૈનશાસનનો એ પ્રતાપ નથી. આજના ભણેલાઓ જૈનશાસનને બૂરી રીતે ચીતરે છે, મોહની દૃષ્ટિએ ધર્મની સ્થિતિ મૂલવે છે, ધર્મની વાતમાં મોહનું સામ્રાજ્ય સ્થાપવા માગે છે. “અયોગ્ય દીક્ષા” એમ એ લોકો કહે છે. હવે વિચારો કે એ વાત બરાબર છે ? વ્યક્તિનીં અયોગ્યતા વસ્તુને લાગુ ન પડાય :
શાસ્ત્ર દીક્ષા લેનાર વ્યક્તિની અયોગ્યતાનું વર્ણન કર્યું છે પણ દીક્ષાને અયોગ્ય કહી નથી; જ્યારે આ નામદારો દીક્ષાને જ અયોગ્ય કહે છે. શાસ્ત્ર કહ્યું કે ચોટ્ટા, બદમાશ, ઉઠાવગીર એ બધા દીક્ષાને માટે અયોગ્ય છે. પણ પછી કાયમ માટે અયોગ્ય, એવું તો ન જ કહેવાય ને ? જે દિવસે એના પરિણામ પલટાય, ચોટ્ટાપણાને બદલે શાહુકારીનો પરિણામ આવે ત્યારે એની અયોગ્યતા મટી જાય છે. સતી સ્ત્રી એક વખત શીલ ખંડે તો તે ખંડતી વખતે જ અસતી કહેવાય કે જીવનભર અસતી કહેવાય ? આમ છતાં શીલ પંડ્યા પછી