________________
971
– ૨૭: ધર્મની મહત્તા સ્વતઃસિદ્ધ છે - 67 – ૪૦૧ ભેગા થયેલાઓએ પહેલાં આજ્ઞાનું લક્ષણ બાંધવું જોઈએ, દીક્ષાનું સ્વરૂપ સમજવું જોઈએ અને યોગ્યયોગ્યતાનો નિશ્ચય કરવો જોઈએ. એ પછી જ ઠરાવો કરી શકે-ગમે તેમ ગપ્પાં મારવાનો અર્થ નથી.
શાસ્ત્ર તો સંઘનું સ્વરૂપ, દીક્ષાનું સ્વરૂપ, દીક્ષાની વય, આજ્ઞા એ બધી વાતોનું નિશ્ચિત વર્ણન કરેલું છે. દીક્ષા માટે શાસ્ત્ર બધા ઠરાવો કરેલા જ છે. કાંઈ બાકી રાખ્યું જ નથી; હવે નવા કયા ઠરાવો કરવાના છે ?
શાસ્ત્ર કહે છે કે મોક્ષના અર્થે સંસાર છોડી સંગુરુના શરણે જીવન આખું સમર્પવું તે દીક્ષા છે. દીક્ષાની વય માટે ફરમાવ્યું કે આઠ વર્ષથી માંડી સાંઠ કે સિત્તેર વર્ષની ઉંમરવાળા દીક્ષા માટે યોગ્ય છે. આજ્ઞા માટે ફરમાવ્યું કે આઠથી સોળ વર્ષ સુધીનાને આજ્ઞા વિના નહિ અને સોળથી ઉપરની વયમાં આજ્ઞા મળે તો ભલે, ન જ મળે તો વિના આજ્ઞાએ પણ લેવાય. યોગ્યતા માટે પણ કહ્યું કેચોટ્ટા, બદમાશ વગેરે યોગ્ય નહિ પણ જ્યારે જેના પરિણામ બદલાય ત્યારે તે યોગ્ય ગણાય. શાસ્ત્ર આટલા ઠરાવો કર્યા છે, હવે કયા બાકી રહ્યા ? સંઘ કેવો અને એમાં કોણ આવે ? " સંઘ માટે પણ શાસ્ત્ર કહ્યું કે એ નગર, ચક્ર, રથ, પધ, ચંદ્ર, સૂર્ય, સાગર અને મેરૂ જેવો હોય. એમાં ચૂંટણીની વાત ન આવે. આજનાઓ તો નવાં બંધારણ ઘડવા માગે છે. કહે છે કે બહુમતના ધોરણે બંધારણ ઘડો. પછી એ બહુમતીમાં ચૂંટાય કોણ ? તેમાં લાયકાતનું કોઈ ધોરણ ખરું ? ભગવાને ચાર પ્રકારનો સંઘ સ્થાપ્યો. દુનિયામાં માણસો કેટલા ? સમવસરણમાં લાખો દેવતા અને મનુષ્યો સમક્ષ ભગવાને દેશના દીધી ત્યારે સાધુ-સાધ્વી તરીકે કોને ચૂંટ્યા ? “ભગવાનનો ધર્મ ગયો’ એમ તો બધાએ કીધું, પણ જેઓ તેને સંપૂર્ણપણે પાળવા તૈયાર થયા તેવા અમુકને જ સાધુસાધ્વી તરીકે ચૂંટ્યાં. એ પાળવા માટે તેમણે અલંકાર ઉતાર્યા, મુકુટ મૂકી દીધા અને ભગવાનના શરણે આવ્યા. ભગવાને એમને સાધુ-સાધ્વી તરીકે જાહેર કર્યા.
પછી શ્રાવક-શ્રાવિકા તરીકે કોને ચૂંટ્યાં ? જેમણે સમ્યક્તનો પહેલાં સ્વીકાર કરીને નક્કી કર્યું કે દેવ તો આ જ, ગુરુ તો આ જ અને ધર્મ તો આ જ; ત્રિકાળપૂજનાદિ ક્રિયા કાયમ કરવાની અને બાર વ્રત, ન બને તો અગિયાર, દશ, નવ, આઠ, સાત, છ, પાંચ, ચાર, ત્રણ, બે, યાવતું એક પણ વ્રત સ્વીકાર્યું, તેને શ્રાવેશ્રાવિકા તરીકે જાહેર કર્યા. કેટલાકે કહ્યું કે વ્રત પાળવાની તાકાત નથી પણ હૈયાથી દેવ-ગુરુ-ધર્મ તો આને જ માનવાના અને એની આજ્ઞા વિરુદ્ધ નહિ વર્તવાના, એવાને સમકિતી તરીકે ચૂંટ્યા. બાકીનું ટોળું કેવું ?