________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
કોઈ વિરોધ કરે તો તેને પડકારનારા ઘણા નીકળે. એ બધા પાછા એમનામાંના જ હોય. એ લોકો સ્વતંત્રતાની વાતો કરે પણ એમની સ્વતંત્રતા બહુ જુદી જાતની. પોતાને ફાવે તેમ બોલવાની સ્વતંત્રતા અને બીજાને માટે બંધી. આવો તો એમનો ન્યાય, એનાં શું વખાણ કરવાં ?
સભા : 'લજપતરાય તો સ્થાનકવાસી જૈન હતા.’
એ તમે કહો છો પણ એમના નામે વાતો કરનારા એ વાત નથી કરતા. એમને તો બધું ગોળગોળ લખી જનતાને ઊંધે માર્ગે દોરવી છે. એમ કરીને પોતાની આબરૂ વધારવી છે ને શાસનની આબરૂ ઘટાડવી છે. શાસનની આબરૂની એમને દરકાર નથી.
૪૦૦
970
એ લજપતરાયે ભારતનો ઇતિહાસ લખ્યો તેમાં જૈનધર્મને એવો કદરૂપો ચીતર્યો છે કે કોઈ જૈનેતર પણ એવું ન લખે. એનો જ્યારે ખૂબ વિરાધ થયો ત્યારે એણે પોતે તો ખુલ્લા દિલે કહ્યું કે-‘આ બધી વાતમાં હું બહુ જાણતો નથી છતાં આવા માણસ પણ ધર્મથી ખસી ગયાનો આરોપ ધર્મ ઉપર, એ શાથી ? એ આરોપ ઘડનારા કોણ છે અને એની પાછળ તેમનો હેતુ શું છે, એ બધું બરાબર સમજો, દીક્ષા અંગેના ઠરાવ શાસ્ત્રે કરેલા જ છેઃ
જૈનોનો સમુદાય એકત્ર થાય, તે જૈનશાસનને પ્રભાવવંતુ કરે કે તેને ઝાંખપ લાગે એવું કરે ? એ સત્યનો ઝંડો ફરકાવે કે અસત્યનો ? ભગવાનને માનનારો સમુદાય એકત્ર થાય ત્યાં ખોટી બૂમો પાડનારા ફાવે ખરા ?
સભા : ‘એમની વાતો તો એક પક્ષીય છે.'
પણ પાછા બે પક્ષીય મનાવવાનો દંભ કરે છે ને ? દુનિયાનો પણ કાયદો એવો છે કે ફરિયાદીને બે વાર બોલવા દે. પહેલાં એ બોલે એટલે સામો એની વાતોને ગમે તે રીતે તોડે. પણ એના પછી ફરી બોલવાનો પહેલાનો હક્ક હોય. આ તો બોલવાનો હક્ક જ નહિ, એ ક્યાંનો ન્યાય ? દીક્ષા જેવી મહત્ત્વની વસ્તુમાં એકપક્ષી વાતો કરે તે કેમ ચાલે ?
દીક્ષાના પ્રશ્નમાં મુખ્ય ત્રણ વસ્તુ વિચારવાની-આજ્ઞા, સંઘ અને યોગ્યતા. આજ્ઞાનું સ્વરૂપ, સંઘની સત્તા અને બંધારણ મુજબની યોગ્યતા, એ ત્રણેય વાતનો નિવેડો લાવ્યા વિના ગમે તેમ ગપ્પાં મારે એ ચાલે ? પાંચ એક તરફ ભેગા થાય, દસ બીજી ત૨ફ ભેગા થાય, પંદર ત્રીજી ત૨ફ ભેગા થાય, એ ત્રણેય પોતાને સંઘ મનાવે અને જુદી જુદી વાતો કરે તો શું થાય ? સો માણસનો સમૂહ પણ સંઘ ક્યારે કહેવાય ? સંઘની રીતે વર્તે તો ને ? મરજી મુજબ વર્તે અને મરજી મુજબ બોલે, એવા બધાને સંઘ કેમ કહેવાય ? દીક્ષા માટે ઠરાવો કરવા