________________
૩૯૬
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
એને સાધ્વી થવાનો અધિકાર જ નહિ એમ કહેવાય ? અસતીપણાનો આરોપ કાયમ છતાં એના પરિણામ બદલાય તો એ સાધ્વી ન થઈ શકે ? શાસ્ત્ર કહે છે કે અનાચારના પરિણામમાં એ રક્ત હોય ત્યાં સુધી દીક્ષા માટે અયોગ્ય છે; પણ અનાચાર પ્રત્યે નફરત જાગી, શીલ પ્રત્યે પ્રેમ જાગ્યો કે તરત જ એ આત્મા દીક્ષા માટે યોગ્ય છે.
966
દીક્ષા લેનાર ઉપર જુલમ ન ગુજારવો, એવો ઠરાવ કરો
:
આ લોકો કહે છે કે-‘બાળકને, ભાગીને આવેલાને, ચોરને વગેરેને દીક્ષા ન દેવાય કેમ કે એ અયોગ્ય છે.’ હું એમને પૂછું છું કે શું આ બધા અયોગ્ય છે ? અટવીમાંથી પોતાના ધનની થેલીને પોતાના જાન સાથે ચોર લૂંટારાથી બચાવીને, કોઈ શાહુકાર ચોરીછૂપીથી, નાસીને, દોડીને, ભાગીને, પોતાના ઘેર પહોંચે તે કે નાલાયક ? એવી રીતે ભાગીને આવેલાને નગરના દરવાજામાં પેસવા ન દેવો એવો કોઈ રાજ્ય કાયદો કરે ? તો એ રાજ્ય કેવું કહેવાય ? તેવી રીતે ભાગનારને ભાગવાનું કારણ કોઈએ પૂછ્યું ? દીક્ષા લેનાર પોતાની એવી ભાવના માબાપ કે કુટુંબીઓ પાસે વ્યક્ત કરે, પેલા તેને સમજાવે છતાં એ ન સમજે તો ૨જા આપે; તો પછી ભાગવાનું કાંઈ કારણ છે ખરું ?
પૂર્વનાં દૃષ્ટાંતોમાં શું આવે છે ? બાળકને વૈરાગ્ય થતો ત્યારે મા બાપની રજા લેવા જાય, મા બાપને એકવાર તો આનંદ આવે પણ પાછો મોહ સતાવે એટલે રોકવા પ્રયત્ન કરે. પણ એમનો મોહ આંધળો નહિ. મોહના યોગે દુઃખ થાય, આંખમાંથી પાણી પણ આવે, કદી મૂર્છા પણ આવતી, તેમ છતાં મોહની સાથે જ પેલી વસ્તુ પ્રત્યેની. સદ્ભાવનાનો લોપ ન થતો. બાળક તરફ ગેરવાજબી વર્તણૂક નહોતાં કરતાં. બાળકના માથે વહાલથી હાથ ફેરવે, એને છાતીસરસો ચાંપે, એનો વૈરાગ્ય ખસે એવી હૃદયમાં ભાવના પણ કદાચ સેવે પણ એ બાળકને વૈરાગ્યથી ખસેડવા એને મારકૂટ ન કરે કે એના ઉપર કોઈ પણ પ્રકારનો જુલમ ન ગુજારે. જેને સંયમની ભાવના થાય તેના ઉપર માનસિક, વાચિક કે કાયિક એવા કોઈપણ પ્રકા૨નો જુલમ ગુજા૨વો નહિ એવો ઠરાવ કરવા આજના સુધારકોનો સમુદાય તૈયા૨ છે ? જો ના, તો પછી ભાગનારનો કોઈ ગુનો છે ?
સારી માનસિક વૃત્તિવાળાઓએ સારા રહેવા માટે આવાઓથી દૂર રહેવું જોઈએ. એટલે એવાઓ એમનાથી આઘા ભાગે એ જ યોગ્ય છે. એવી રીતે ભાગીને આવેલાને દીક્ષા અપાય જ. એવી દીક્ષાને અયોગ્ય દીક્ષા કહેનારાની અક્કલ ઠેકાણે નથી. જૈનસમાજને સુધા૨કો ગમતા નથી એવું નથી, ભણેલાનો