________________
947
- ૨૭ -સંઘ સ્વમતિથી નહિ, શાસ્ત્રમતિથી ચાલે - 66
-
૩૭૭
સભા: “એ શાસ્ત્ર કહેનારા આપ્ત નથી.”
તેઓ તો એમને આપ્ત માને છે ને ? તમે ન માનો તેથી શું ? જેવો પ્રશ્ન દિગંબર-સ્થાનકવાસી પ્રત્યે તેવો જ અહીં લગાડો એટલે ઉત્તર મળી ગયો સમજો. માત્ર મહાવીરનું નામ દેવાથી ન ચાલે, મહાવીરના સિદ્ધાંતો પણ માનવા પડેઃ
આ દર્શનમાં પક્ષપાત નથી. પૂ. આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ મહારાજાને કહેવું પડ્યું કે “મહાવીરનો મને પક્ષપાત નથી અને કપિલાદિ પ્રત્યે દ્વેષ નથી.” ભગવાનના સિદ્ધાંતો સાચા માને, સદ્દહે તે સમ્યગ્દષ્ટિ. આ તો એવી વાત થઈ કે “તું મારા બાપને બાપ કહે પછી ચોરી કરે તોયે તારી સાથે ઊભો રહું', એ ચાલે ? પોતાના બાપને બાપ કહેનારો પણ જો વસ્તુ ચોરી લાવે તો શાહુકારે કહેવું પડે કે-“એમ ન લવાય. માફી માંગ. પાછું મૂકી આવ.' પેલો કહે કે મારી મતિમાં આવ્યું માટે લાવ્યો; બાકી બાપને તો બાપ માનું છું, તો એ ચાલે ? એ મૂકવા ન જાય તો એ કેમ ચાલે ? એ જ રીતે પ્રવચન માનું છું એમ કહે અને ગપ્પાં મારે એ ચાલે ?
પાંચસો શિષ્યના ગુરુ અંભવિ હતા, એનું દૃષ્ટાંત જાણો છો ને ? એ પાંચસો શિષ્યો પોતાના એ ગુરુને તારક માનતા હતા. બીજા એક ગીતાર્થ આચાર્યે એમને ચેતવ્યાં કે “તમારા આ ગુરુ અભવિ છે માટે ત્યાજ્ય છે. પેલાઓએ પૂછ્યું કે એની ખાતરી શી ?,
ખાતરી કરવા માટે રાત્રે માત્ર પરઠવવા જવાની જગ્યાએ ખાનગી રીતે કોલસી પથરાવી દીધી. મુનિઓ રાત્રે શંકા ટાળવા તે તરફ ગયા, તો કેટલાક આગળ ન જતાં પાછા ફરી ગયા, કેટલાક બહુ કંપતે હૈયે ગયા-કોલસીમાં પગ પડતાં અવાજ થાય. એટલે જીવાત છે એમ માને. પછી ગુરુ ઊઠ્યા. કોલસીમાં પગ પડતાં અવાજ થયો. આજુબાજુ કોઈ નથી એની ખાતરી થતાં હળવે રહી ખુશ થતાં બોલ્યા કે-“વાહ ! મહાવીરના કીડા કેવા ચું ચું કરે છે ?” પેલા આચાર્યની સલાહથી શિષ્યો તો જાગતા જ સૂતા હતા. તેમણે આ સાંભળ્યું અને નક્કી કર્યું કે “જીવનું નિરૂપણ ભલે સારામાં સારું કરે પણ શ્રદ્ધા નથી, માટે ત્યાજ્ય છે. પાંચસોયે શિષ્યોએ તરત ગુરુનો ત્યાગ કર્યો. ચેતવ્યા પછી પણ પોતાની વાતને પકડી રાખે તે કેમ ચાલે ? બહારના કરતાં ઘરનો ભય વધારે ! તે આપણને જેટલો ઇતર મિથ્યાષ્ટિનો ભય નથી તેટલો ઘરના મિથ્યાષ્ટિનો ભય છે. ઇંતરો કોઈ વાત મહાવીરના નામે કરવાના નથી.