________________
૨૭ : ધર્મની મહત્તા સ્વતઃસિદ્ધ છે - 67
=
961
૩૯૧
ભાન રહેતું નથી. સામાની ગમે તેવી ગુલામી કરવા પણ તૈયાર થઈ જાય છે. રામાયણમાં પણ આ જ હાલત આવે છે. રાવણની હાલત કેવી હતી તે જોયું ને ! આ મહાત્મા કહે છે કે કામીને જેવો અન્ય વનિતામાં રાગ છે તેવો સમ્યગ્દષ્ટિને મુક્તિરૂપી વનિતામાં રાગ હોય. કેવું બંધબેસતું દૃષ્ટાંત !’
સભા : આ તો સમ્યગ્દષ્ટિ ઉપર કામી તરીકે દોષારોપ !”
આવો દોષારોપ સ્વીકારવા તૈયાર છીએ. આ દૃષ્ટાંત જેવું તેવું નથીગ્રંથકારો-સૂત્રકા૨ો દુનિયાના સ્વરૂપને નથી સમજી શકતા એમ નહિ માનતા. આ ગ્રંથોમાં બધું ભર્યું છે-કામનું સ્વરૂપ, કામીઓની હાલત. તમે ન જાણો તેટલી આ મહાપુરુષો જાણે છે-પણ જ્ઞાનનો ઉપયોગ તેઓ સાચી દિશાએ કરે છે માટે તેઓ જ્ઞાની અને તમે ઊંધી દિશાએ કરો છો માટે તમે અજ્ઞાની
સભા ‘અનુભવ વગરનું જ્ઞાન સમ્યક્ કહેવાય ?'
તમે તો અનુભવ યોગ્ય પણ નથી. વનિતાને વશ થઈ જાય તે અનુભવી નથી. અનુભવી તો તે કહેવાય કે જે અયોગ્ય સ્થાનમાં ફસાય નહિ-ગમે તે પ્રકારે તેનાથી બચે એ અનુભવી છે. માર્ગને નહિ જોતાં પણ આંખો મીંચીને ચાલે તોયે સીધો જ ચાલે તે અનુભવી કહેવાય પણ ડગલે ને પગલે ભૂલે તે અનુભવી શાનો ? જેવો કામીને પેલી સ્ત્રી પર રાગ તેવો સમ્યગ્દષ્ટિને મુક્તિ પર રાગ હોય. જેમ પેલો બધું ભાન ભૂલી જાય છે તેમ સમ્યગદ્દષ્ટિ મુક્તિ પ્રત્યેના રાગને કા૨ણે સંસારનું બધું ભાન ભૂલી જાય છે. એની તમામ સંસારની ક્રિયાઓ લુખ્ખી હોય-માટે જ એનું સામાયિક, એનું પ્રતિક્રમણ, એની પૂજા, એ બધાં સુંદર બને. આ મહાપુરુષે આપેલા દૃષ્ટાંતમાં જ રહેનારા બહાર નીકળવાના નહિ. આજે ઉદયથી વાતો કરનારા માર્ગ ભૂલેલા છે. તેમના વિચારો મલિન બની ગયા છે. નહિ તો શ્રી જિનેશ્વરદેવના આગમો માટે ખોટા વિચારો કરે ? એલફેલ બોલે ?
નાનામાં નાના જંતુને પણ ન હણાય, કીડી-મંકોડી પણ પગ તળે ન કચરાઈ જાય એની કાળજીના સંસ્કાર જે કુળોમાં જન્મથી હોય તેવાં કુળોમાં જન્મ્યા છતાં જેમને પંચેન્દ્રિય જીવોની કતલથી કંપારી ન થાય એ કયા સંજોગોમાં જીવતા હશે ? એમનાં જીવન કેવાં હશે ? એ વિચારો - જૈનજીવનઃ
શ્રી જિનેશ્વરદેવના શાસનમાં જન્મેલા, જૈન તરીકે ગણાતા, જૈનોના સામાન્ય આચારો પણ સેવે-પાળે તોયે દુનિયાનાં ઘણાં પાપોથી બચે-જોઈને ચાલતાં શીખેલો શ્રાવક કેટલી હિંસાથી બચે ? પગ નીચે ઘાસ, જંતુ કે કાગળનો