________________
વ
૩૭૬ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
– 946 પ્રરૂપણાના અધિકારી કોણ? અને તે કઈ રીતે કરે ?
હવે આ ગાથામાં તો “સદહઈ” લખે છે પણ આ ભાઈ તો વળી નિરૂપણની વાત કરે છે. શાસ્ત્ર કહે છે કે ઉત્સર્ગ અપવાદના નયને જાણે તે દેશના ન દે. - પ્રકલ્પ ધરે, ઉત્સર્ગ-અપવાદ જાણે, કઈ વસ્તુ ક્યાં યોજાય તે જાણે તેને પાટે બેસવાનો (નિરૂપણ કરવાનો) અધિકાર ગીતાર્થ આપે; પછી પોતાની મતિ રહી ક્યાં ? પાટે બેઠેલાએ વળગવાનું ક્યાં ? આગમને. “કથન' એટલે આગમ કહે તે બોલવાનું પછી પોતાની મતિ રહી ક્યાં ? આગમથી કદી પોતાની મતિ જુદી પડે તો તરત ચૂપ થાય, બહાર કાંઈ ન બોલે. પ્રવચન માન્ય કરે અને બોલવાનું મતિ પ્રમાણે-એ બે વાતનો મેળ મળે? પછી ત્યાં સમ્યક્ત્વ રહે ? પોતે કદી કુગુરુ યોગે જુદું માન્યું, એ પ્રમાણે બોલ્યો પણ તે વખતે કોઈ ચેતવણી આપે તો તરત ચોંકે, પરસ્પર વિચારણા કરે છતાં પોતે સાબિત ન કરી શકે તો માને કે “યદ્યપિ મને નથી સમજાતું પણ આગમથી સંગત નથી માટે ચૂપ રહું છું ! એમ વિચારી ચૂપ રહે. એ વાતને એ બહાર ન લાવે
જૈનશાસનમાં આ નીતિ ન હોત તો આ બધું સચવાત નહિ. અરે ! પાઠમાં મતાંતર પડ્યા તો ત્યાં પણ એમ જણાવ્યું. ત્યાં બધાના પાઠ નામ સાથે લખ્યા અને કહી દીધું કે તત્ત્વ કેવલી જાણે. જ્યાં આટલો ભય હોય ત્યાં મતિની વાત ચાલે ?
દરેક દર્શનવાળા પોતાના દેવને વીતરાગ અને દોષરહિત માને છે. ત્યાગ વિના કલ્યાણ નથી એમ પણ દરેક આસ્તિક દર્શનકાર માને છે. ખુલ્લી રીતે કોઈ દર્શન હિંસાનું વિધાન કરતું નથી. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચે તત્ત્વો બધામાં સમાન છે. આ પાંચમાં કોઈ દર્શન વાંધો ઉઠાવતું નથી. આટલું છતાં શાસ્ત્ર એમને મિથ્યાદૃષ્ટિ કેમ કહ્યા ? શાસ્ત્ર કહે છે કે એમની ભાવના ખોટી નથી પણ બિચારી સાચો માર્ગ પામી શક્યા નથી.
આ ભાઈના કહેવા મુજબ માત્ર પ્રવચનને માને અને મંતિ મુજબ નિરૂપણ કરે તેનેય સમ્યગ્દષ્ટિ કહેવામાં વાંધો નથી એમ માનીએ તો તો આ કુદર્શનવાદીઓ પણ કહી શકે કે “અમને કેમ મિથ્યાષ્ટિ કહો છો ? અમે પણ દેવને વીતરાગ માનીએ છીએ. માત્ર મહાવીરને ન માનીએ માટે મિથ્યાષ્ટિ ? અને તમારામાં જ મહાવીરને માનીને ફાવે તેવા ગોટાળા વાળે તે સમ્યગ્દષ્ટિ ?' ઇતર દર્શનવાળા પણ પોતાના દેવને સર્વજ્ઞ માને છે, તો એની વાત માને એને મિથ્યાદૃષ્ટિ કેમ કહ્યા ?