________________
૨૬ : સંઘ સ્વમતિથી નહિ, શાસ્ત્રમતિથી ચાલે -66
નહિ આપવાની તો કહી દે કે-‘નહિ આપું.’ બાપ ચાહ પીવે અને દીકરો માગે તોયે ન આપે. પોતે દવા ન પીએ અને દીકરાને પાય-એ જ રીતે શ્રાવકને પરિગ્રહ રૂપી રોગ લાગ્યો છે, મુનિને નથી.
953
૩૮૩
શ્રાવકને પરિગ્રહરૂપી રોગ વળગ્યો છે, તે કાઢવા દ્રવ્યપૂજાની જરૂર છે. મુનિને એ રોગ નથી માટે એને દ્રવ્યપૂજા કરવાની નથી-તમે દીક્ષા લો તો તમારા માટે પૂજા વિધેય નહિ રહે, જ્યાં સુધી ખાટલે પડ્યા છો ત્યાં સુધી ત્યાંથી બેઠા કરવા માટે પૂજા એ પરમ ઔષધ છે. એમાં પાપ નથી. એ ઔષધ સેવવું પડે છે એ ખામી છે. સાધુને તો રોગ નથી માટે નથી કરતા. બાકી પૂજામાં પાપ મનાય ? પરિગ્રહરોગથી ઘેરાયેલા તમને પરિગ્રહનો ત્યાગ કરાવવા માટે પૂજા એ ઔષધ રૂપ છે, જેમ ત્યાં રોગી દીકરો ઔષધ પીતો થઈ જાય તો બાપ રાજી થાય. કહે કે-કેવો ડાહ્યો થઈ ગયો કે પોતાની મેળે દવા પી જાય છે. રોજ આમ પીવે તો આનંદ થાય. એ જ રીતે તમે પૂજા કરો તો અમને આનંદ થાય. અમે પ્રશંસા કરીએ-ધન્યવાદ દઈએ, તમે હીરાની આંગી કરો, રોજ સુંદર ભક્તિ કરો તો અમે તમારાં વખાણ કરીએ કેમ કે તમે જાતે દવા પીતા થયા, હોંશે હોંશે ઔષધ લેતા થયા એટલે ખાતરી થઈ કે હવે તમારો રોગ જવાનો-નીરોગ્યએ દવા પીવી એ મૂર્ખતા છે. નીરોગી બાપ રોગી દીકરાને દવા ન પાય ?
માટે દ્રવ્યપૂજાનો નિષેધ કરનારા મિથ્યાદ્ગષ્ટિ છે. પરિગ્રહના ફંદામાં ફસેલાને એ .ફંદામાંથી બહાર કાઢનારી દ્રવ્યપૂજાનો નિષેધ કરનારાઓમાં સમ્યક્ત્વ.કેમ હોઈ શકે ? ગુરુને વાંદવા જાય ત્યાં પાપ નહિ અને ભગવાનની પૂજા ફરવા જાય તો પાપ લાગે ? ગુરુના કપડે પગ અડે ત્યાં પાપ માને અને ભગવાનની મૂર્તિની આશાતનામાં વાંધો ન માને એનું કારણ ? પછી કહે કે‘અરિહંતનું પ્રવચન માનું છું' તો એ સાચું કહેવાય કે ઢોંગ કહેવાય
માલિકના નોકરે માલિકના કૂતરાને પણ ૨માડવો પડે છે. શેઠના ફોટા પર જૂતાં ન મુકાય-એ ફોટા પર કચરો પડ્યો હોય તો ખંખેરવો પડે. સ્નેહીના ફોટાને એનો પ્રેમી જોતાં ધરાતો નથી. સ્વર્ગવાસ પામેલી સ્ત્રીનો ફોટો આંખો પહોળી કરી કરીને જુએ અને વારંવાર રૂવે. અરે ! એને બોલાવવાની કોશિશ પણ કરે-આ બધું ગાંડપણ નથી ? ત્યાં આવો પ્રેમ અને ભગવાનની મૂર્તિ સાથે વાંધો-ભગવાનની મૂર્તિ જોતાં શ્રી જિનેશ્વરદેવની આકૃતિનું ભાન નથી થતું ? એ મૂર્તિ જોઈને હાથ જોડવાનું મન ન થાય અને મોઢે બોલે કે શ્રી