________________
૩૭૪
–
સંઘ
સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૨
-. 944 શાસનનો-શાસ્ત્રનો રાગ છે, એમ બોલવા માત્રથી ન ચાલે?
અત્રે પ્રશ્નકારે દિગંબર-સ્થાનકવાસીની વાત રજૂ કરી હતી કે-તેઓ પોતે એ રીતે માને છે અને કહે છે છતાં સમકિતી કેમ નહિ ?].
દિગંબર-સ્થાનકવાસીનો પ્રશ્ન આ ભાઈએ છેડ્યો છે માટે આપણે હવે એ વસ્તુ સ્પષ્ટ કરી લેવી જોઈએ. જે ગાથા આ ભાઈ લાવ્યા છે અને જેમની એ લખેલી છે એમણે જ આમને નિહ્નવ કહ્યા છે એ તો જાણો છો ને ? ન જાણતા હો તો હવે જાણો. અધૂરું જાયે વાત ન થાય.' - જ્યારે દિગંબર મત નીકળ્યો ત્યારે એના સ્થાપકને મહિનાઓ સુધી આચાર્ય ભગવંતે યુક્તિથી સમજાવ્યા છે છતાં ન માનવાથી નિહ્નવ કહી સંઘ બહાર કર્યા છે. જ્યાં સંઘ બહાર કરવાની જાહેરાત કરી હોય ત્યાં સમ્યક્ત માનવાની વાત હોય ? એ ગાથાના આગળપાછળના સંબંધ જોઈ એનું રહસ્ય સમજો. પોતાનો ક્ષયોપશમ અલ્પ હોય, ગુરુના અનુપયોગથી કે કુગુરુપણાથી અસત્ વસ્તુની સરૂપે શ્રદ્ધા થાય, છતાં શ્રી જિનેશ્વરે કહ્યું તે સાચું એવી અખંડ માન્યતા હોય તો એના સમ્યકત્વનો ઘાત થતો નથી, કહેવાનો આશય આ છે. બાકી ગમે તેવું પ્રરૂપે અને મોઢેથી બોલે કે “મને પ્રવચનનો રાગ છે” તો એ ચાલે ? સેંકડો ગીતાર્થો રોકે, ઇન્કાર કરે છતાં પોતાની મતિ મુજબ કરે જાય તો એ ચાલે ? એવી મતિનો શ્રી જૈનશાસનમાં નિષેધ કર્યો છે. શાસ્ત્ર કહે છે કે પોતાની બુદ્ધિ જુદી પણ પડે પરંતુ આગળથી સંગત ન હોય, ગીતાર્થોને સંમત ન હોય તો એ વાત પોતાના મનમાં જ દટાઈ જાય પણ કદી બહાર ન કાઢે.
વારૂ ! મિથ્યાદર્શનમાં રહેલા પોતાના દેવને કેવા માને ? સર્વજ્ઞ જ માને અને પોતાની માન્યતા પ્રમાણે એ સર્વજ્ઞની વાત પોતે સાચી માને તો ત્યાં વાંધો શો ? બતાવો ! અહીં તમારી દલીલ કઈ છે ? .
સભા: “માત્ર દિગંબર-સ્થાનકવાસી પૂરતી વાત કરું છું; કેમકે જૈનદર્શન વ્યાપક
છે.'
જૈનદર્શન જેવું દિગંબર-સ્થાનકવાસીમાં વ્યાપક છે તેવું ન્યાય, વૈશેષિક કે સાંખ્ય મતનમાં નથી ? છે જ. પોતાની બુદ્ધિએ માને તે પણ સમ્યગ્દષ્ટિ ગણાય તો તે નિહ્નવ કહ્યા કેમ ? સ્વમતિને આગળ કરનારા વિચાર!
સભા: ‘જમાલીએ તો ભગવાન ભૂલ્યા એમ કહ્યું હતું ને ?' એ પણ જમાલીએ પોતાની મતિએ કહ્યું હતું એ એક વાત અને જમાલી