________________
949 - - ૨૭ સંઘ સ્વમતિથી નહિ, શાસ્ત્રમતિથી ચાલે - 66 - ૩૭૯ બોલવાની છૂટ આપી એનું કારણ ? એ ભૂલ કરે એવા છબસ્થ અને અમે ભૂલ ન કરીએ એવા છદ્મસ્થ, એમ તો નહિ ને ? એમને તો ગર્ભથી ત્રણે વિશુદ્ધ જ્ઞાન સાથે જ છે. પોતાનો જન્મકાળ, દીક્ષાકાળ, કેવળજ્ઞાનકાળ, નિર્વાણકાળ એ બધું પોતે જાણે છે. પૂર્વનું જ્ઞાન પણ એમને પ્રગટ છે. છતાં તેઓ છદ્મસ્થ કાળમાં મોટે ભાગે પ્રાયઃ મૌન રહે છે, કદી પ્રસંગવશાત્ એક-બે વાક્ય બોલે એ વાત જુદી. એમ કેમ? કારણ કે શ્રીજિનેશ્વરદેવને તો સ્વતંત્ર કહેવું છે અને અમારે તો એમનું કહેલું કહેવું છે. જે કહેલાનું જ્ઞાન ન હોય અને તે અંગે કહેવામાં આવે ત્યાં અમારે મૌન રાખવાનું છે.
કેટલાક અમુક વાતને પ્રક્ષિપ્ત (ઉમેરેલી) છે એમ કહે છે. એમને પૂછો કે અમુક પ્રક્ષિપ્ત અને અમુક પ્રક્ષિપ્ત નહીં એ શાના આધારે કહો છો ? ચાર જણા ચાર જુદી જુદી વાતોને પ્રક્ષિપ્ત કહે તો સાચું કોણ ?
શ્રી જિનેશ્વરદેવ તો ત્રણ જ્ઞાનના ધણી. એ બોલવા ધારે તો બોલી શકેતમારી અમારી મતિમાં તો મોટું મીઠું છે. કહેલી ચાર વાતમાં અડધી યાદ રહે ને અડધી ભુલાઈ જાય-કલાક પહેલાંની પણ વાત કંઈકને યાદ રહેતી નથી. કહેલું બધું યાદ રાખનારા તો ભાગ્યે જ કોઈ હોય છે. મતિની આ દશા છે ત્યારે શ્રુતનો અભ્યાસ કેટલો ? એક ગાથા અહીંથી અને બે ગાથા ત્યાંથી ઉઠાવીને આગળ ધરવી એવો જ શ્રુતનો અભ્યાસ છે કે બીજો ? અવધિ તો સાંભળ્યું નથી અને મન:પર્યવ તથા કેવળજ્ઞાન તો છે જ નહીં-આવા આપણને મતિ મુજબ બોલવાની છૂટ હોય?
અરિહંતનું પ્રવચન સાચું-એના પર રાગ ખરો પણ બોલું તો મને ફાવે તેમ–આવું બોલનારનો રાગ કેવો ? , શ્વેતાંબર-દિગમ્બર : "
વારુ ! નિક્ષેપા કેટલા ? ચાર છે ને ? નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવએમાંના ત્રણ માને અને સ્થાપના ન માને તો ? એ પણ પોતાની મતિથી જ એમ માને છે ને ? પણ એ ચાલે ? વળી કોઈ કહે છે કે-“સૂતરનો તંતુ હોય તો સંયમ નહીં. માટે જ સ્ત્રીને કેવળજ્ઞાન ન થાય-” આ પણ મતિની માન્યતા છે. પણ ત્યાં સમ્યક્ત મનાય ? “સ્ત્રી નગ્ન ન રહી શકે માટે એને ચારિત્ર જ નહીં અને તેથી મુક્તિ પણ નહીં' એમ કહી દીધું. હવે પ્રશ્ન થાય છે કે સૂતરના તંતુમાં જો મૂર્છા થાય તો સાડી ત્રણ મણની કાયામાં ન થાય ? તમને પ્રેમ વધારે વસ્ત્ર પર કે શરીર પર ? વસ્ત્ર તો હજી છોડાય, પહેરેલું સળગે તો ઝટ કાઢીને ફેંકી દેવાય પણ સડેલી આંગળી કપાવવી હોય તો ? ડૉક્ટર બેહોશ કરે પછી કાપી શકે.