________________
૨૩૯
૧૮ : જો ધર્મની કિંમત સમજાય તો ધર્મ આવે : - 58 જવાબદારી છે. સ્વાર્થ, માનપાન, પોઝિશન ખાતર તમે ઘણું જતું કર્યું તેનું આ પરિણામ આવ્યું. માટે હવે તો ‘તમે ફરજમાં મક્કમ રહી અમને પણ મક્કમ બનાવો.’ એવું આ પાટે બેઠેલાને તમારે કહેવું પડશે.
દેવ, ગુરુ, ધર્મને મુક્તિ માટે માનવાના છે. અમુકને જ દેવ માનવા એવું આ શાસનમાં નથી પણ અમુક વિશિષ્ટતાવાળા વીતરાગને જ દેવ માનવા એવો કાયદો છે. બધા જ ગુરુ-એવું નહિ પણ સુસાધુને જ ગુરુ માનવાના છે. અને જેના યોગે મુક્તિની સાધના થાય તેને જ ધર્મ માનવાનો છે. આવી યોગ્યતા તપાસીને વર્તવાનું છે. પછી એક તરફનો વાંક કાઢી ખસવા માંડો તે કેમ ચાલે ? એથી તો તમારી ભૂલને છુપાવવા માગો છો, એવું નક્કી થાય. દેવ, ગુરુ, ધર્મની સુંદરતાની જેમ હવે શ્રી સંઘની સુંદરતાનું વર્ણન ચાલે છે. શ્રી સંઘ શું બોલે, શું વિચારે કઈ પ્રવૃત્તિ કરે, એ બધું જોવું પડશે અને જાણવું પડશે. પાંચ-પચીસ ભેગા થયા એટલા માત્રથી તેને સંઘ ન કહેવાય. એ જે કહે તે બધું માની ન લેવાય. જો માની લો તો તમારું સ્થાન સંઘમાં કે ટોળામાં ? સંઘમાં નીતિ કેવી હોય ? સંઘમાં બેઠેલાને મરજી મુજબ કરવાની છૂટ ખરી ? જે મરજી મુજબ વર્તે તે સંઘમાં રહી શકે ખરા ? સંઘમાં કોણ રહી શકે ? પોતાની મરજી મુજબ વર્તે તે કે ભગવાનની આજ્ઞા મુજબ વર્તે તે ? `
809
આ પીઠની વાત ચાલે છે. પીઠમાં માત્ર કાણાં નથી પડ્યાં પણ કીડા પડ્યા હોય એવી સ્થિતિ થઈ છે આનો દોષ તમે કોઈના પર ઢોળી શકતા નથી. આપણે સૌ ઓછે-વત્તે અંશે જવાબદાર છીએ. ‘ભગવાન ભૂલ્યા’ એમ ગુરુ જ કહે છે, તો અમારે શું ? એવું જમાલીના પાંચસો શિષ્યોએ નથી કહ્યું. એમણે તો તરત જ જમાલીનો ત્યાગ કર્યો. ગુરુની બુદ્ધિ ફરે, એ ઉન્માર્ગે જાય, પતનશીલ થાય, તો એ વાત વચ્ચે લાવી તમે આઘાપાછા થાઓ અને પછી બચાવ કરો એ ન ચાલે. સંસારની મોજમજામાં ઉદય માનનારાઓ પાસેથી શ્રી સંઘના ભલાની આશા કેમ રખાય !...અસ્તુ.
સંઘ અને જ્ઞાતિનો ભેદ સમજો. લગ્નની રજા જ્ઞાતિ આપે કે સંઘ ? જો એકલા સંઘથી જ બધું કામ ચાલતું હોત તો ન્યાતની જરૂ૨ શી ? પણ અમુક કાર્યો ન્યાત જ કરે અને અમુક કાર્યો સંઘ જ કરે. સંઘ શાનો નિર્ણય કરે ? સંઘ એટલે શું ? સહાય પણ કરે અને અંતરાય પણ નાખે ? સાધર્મિકને જોઈને શ્રી વીતરાગનાં દર્શન જેવો આનંદ થયા પછી ત્યાં બોલાય શું ? વર્તાય કેમ ? મંદિરની ચોરાશી આશાતના યાદ છે ? ત્યાં દુનિયાની વાતો થાય ? હાંસી,