________________
917 – ૧૮ઃ જો ધર્મની કિંમત સમજાય તો ધર્મ આવે ? - 58 – ૨૪૭ વાહનો એમાં બેસવાની ના પાડે છે. પૂર્વનાં વાહનોને અકસ્માત નડતા ન હતા. આજના વાહન તો કહે છે કે બેઠા પછી જીવતા રહ્યા તો ભાગ્યવાન ! આજની બધી સામગ્રી ભગવાનનો ધર્મ આરાધવા માટે બિલકુલ અનુકૂળ છે. તમારી બહાદુરીની અમને પણ ઈર્ષ્યા થાય છે:
પૂર્વે તો ભોગસામગ્રી પણ જોરદાર હતી. એટલે ચોથા આરામાં જેમ મોક્ષમાર્ગ ખુલ્લો હતો તેમ સાતમી નરક પણ ખુલ્લી હતી. આજે એટલી નરક ખુલ્લી નથી. આજે ભોગસામગ્રી પણ નથી. પૂર્વે પતિ આવે તો પત્ની સામે લેવા જાય, સત્કાર કરે. આજના સમાન હક્કના જમાનામાં એ દૃશ્ય જોવા ન મળે. આજના બઝારના વ્યવહાર પણ કેવા ? તાર ટપાલનો મારો કેવો ? બઝારની ધડાધડી કેવી ? રાત-દિવસ ચિંતાનો પાર નહિ ઘેર આવો ત્યાં હુકમ કેવા છૂટે ? ખરેખર ! તમે બહાદુર છો !તમારી બહાદુરીની અમને ઈર્ષ્યા થાય છે કે જો એવી બહાદુરી અમારામાં અહીં આવે તો ધાર્યું કામ થાય. તમને તો આવી દશામાં પણ ત્યાગની વાત ગમતી નથી. બાળક જેટલું પણ સ્વમાન છે?
આજે ભૌતિક સુખ-સામગ્રી બહુ મળી ગઈ છે, માટે તમે તેમાં બહુ લુબ્ધ બન્યા છો, તેવું નથી; પરંતુ લાલસા વધી ગઈ છે, માટે જ આમ બન્યું છે. ચીકાશના યોગે માખી શ્લેખમાં ફસાઈ ગઈ છે. તમે સાકર પર બેઠેલી માખી જેવા નથી કે જ્યારે ઇચ્છા થાય ત્યારે ઊડી જઈ શકો. તમે તો એવા બહાદુર છો કે ભોગ જાય તો પણ તેને પકડી રાખો. ભોગ જાય તો તમે રડવા બેસો. લક્ષ્મી જાય તો પણ રડવા બેસો. તો એ ભોગ અને લક્ષ્મી તમારાં કે તમે ભોગ અને લક્ષ્મીના? વેપારના કારણે ધર્મને આઘો મૂકો તો તમે વેપારના કે વેપાર તમારો ? ધર્મના પ્રસંગે સંસારનાં કામ છોડો કે સંસારના કામ માટે ધર્મ છોડો ? તમે ભગવાન શ્રી જિનેશ્વરદેવના કે સંસારના ? કેટલાક તો કહે છે કે-“અમારાં કાંઈ ઠેકાણાં નહિ અને ભગવાનને હીરાના મુકુટ કેમ ?” આવું બોલનારાનો સાથ ન કરતા. એવાને સાથે ન રખાય. છોકરાઓ કાંકરાની રમત રમે તેમાંયે ફાવટ ન આવે તો અરસપરસ સંબંધ તોડી નાખે છે. પેલો બે દહાડે અકળાય અને મનાવે ત્યારે પાછો સંબંધ જોડે. કાંકરાની રમત કરનારા બાળકમાં પણ આટલું સ્વમાન હોય તો ધર્મ ખાતર તમારામાં કાંઈ સ્વમાન ખરું કે નહિ ? પ્રભુશાસનનો વિરોધ કરે એની સાથે સ્નેહ રખાય ?