________________
853
– ૨૦: અનુમોદના, પ્રશંસા, ચાર આશ્રમ અને વૈરાગ્ય: - 60 – ૨૮૩
ન્યાયાઃ “પૂર્વના સંસ્કાર.”
તને શું જ્ઞાન છે કે ઢબુ મૂકી રૂપિયો લીધો ? એમ એ બાળકને પુછાય ? જો જ્ઞાન મુજબ જ પ્રવૃત્તિ કરાવવા માગો તો એક પણ બાળક જીવે ? બાળકો જીવ્યા અને નાનાથી મોટા થયા તે જ્ઞાનથી કે શ્રદ્ધાથી ? મા-બાપ જે ચીજ મોંમાં મૂકે એ પોષક જ છે એવું એને જ્ઞાન છે ? ના. હવે એવું જ્ઞાન થયા પછી જ એ ચીજ એના મોંમાં મૂકવી એવો કાયદો કરો તો ? તો એ બાળક જીવે ? શ્રદ્ધા વિના જિવાય જ નહિ. બધે એકલી જ્ઞાનની વાત કરાય ? જન્મથી જ્ઞાની કોણ હોય ? શ્રી તીર્થકર દેવો અને તેવા વિશિષ્ટ જ્ઞાની પુરુષો: બીજા આત્માઓને તો પૂર્વ-સંસ્કારથી, કોઈની પ્રેરણાથી, કોઈના નિમિત્તે, કોઈની શિખામણથી કે શાસ્ત્રથી જ્ઞાન અને વૈરાગ્ય થાય.
શાસ્ત્ર કહે છે કે સમ્યકુદૃષ્ટિ માતાપિતાની મુખ્ય ફરજ પોતાના સંતાનને સારા સંસ્કારિત કરવાની અને મોક્ષમાર્ગે ચડાવવાની છે. છેવટે કાંઈ નહિ તો એને વૈરાગ્ય વાસિત કરવાની અને સમ્યગ્દર્શન પમાડવાની છે. એ ફરજ બજાવતાં બાળકને સન્માર્ગનો પ્રેમ થાય તો એને વૈરાગ્ય માની એ માર્ગે ચઢાવવામાં હિતેષી માતાપિતા વિલંબ ન કરે-ત્યાં તીવ્ર વૈરાગ્યની રાહત ન જુએ. આજે તો કહે છે કે “મોટી ઉમરના થાય, ઘણું ઘણું વાંચે અને પંડિત બને તો જ વૈરાગ્ય આવે” એ માન્યતા વાજબી નથી. વૈરાગ્યભાવ ન આવે તો તે લાવવા માટે પણ ધર્મક્રિયા ખૂબ કરો!
બીજી એક વાત સમજો ! ધર્મધ્યાન સાતમે ગુણસ્થાનકે જ આવે એમ કેમ ? શ્રેષ્ઠ નિરાલંબન અને શ્રેષ્ઠ સાલંબન ધર્મધ્યાન પણ વિશિષ્ટ એકાગ્રતા વિના ન આવે. અમે કે તમે ભગવાનની આજ્ઞાનું વર્ણન કરી શકીએ, કર્મનું-કર્મના વિપાકનું વર્ણન કરી શકીએ પણ શાસ્ત્ર કહે છે કે આજ્ઞામાં એકાગ્રતા તો પ્રમાદ ગયા વિના ન આવે. વસ્તુનું નિરૂપણ કરીએ, શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા કેવી એનું વર્ણન કલાકો સુધી ભલે કરી શકીએ પણ પ્રમાદ ગયા વિના એકતાનતા ન આવે. પ્રમાદ કયા ? ખાવું, પીવું, સૂવું, ઊંઘવું એ પ્રમાદો છે. શાસ્ત્રકારોએ મદ્ય, વિષય, કષાય, નિદ્રા, વિકથા એ પાંચ પ્રમાદ કહ્યાં છે. બીજી રીતે આઠ પ્રકારના પ્રમાદ પણ બતાવ્યા છે. એ પ્રમાદ જાય નહિ, અપ્રમત્તાવસ્થા આવે નહિ ત્યાં સુધી તન્મય થવાય નહિ, એટલે ધ્યાન આવે નહિ. હવે એ ધ્યાન ન આવે ત્યાં સુધી ક્રિયા ન કરવી ?
ભગવાન શ્રી વીતરાગ પરમાત્મા છે એવું જાણીએ, સાથિયો કરી ચાર ગતિરૂપ સંસારનો છેદ માગીએ, જ્ઞાન-દર્શન-ચારિત્ર યોગે મુક્તિ માગીએ પણ