________________
૨૨ ઃ ભૂત-ભવિષ્યના લક્ષ્યપૂર્વક વર્તમાન જીવો ! વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૦, મહા વદ-૧, શુક્રવાર, તા. ૧૪-૨-૧૯૩૦.
62
• સંસાર અસાર ક્યારે લાગે ? • આજે કેવું કેવું બોલાય છે ?
માત્ર વર્તમાનનો જ વિચાર કરે તે નાસ્તિક : • નિયાણાની વિષમતા અને બ્રહ્મદત્ત : • નિયાણું એટલે શું ?
કબૂલાત પણ બે રીતે : સમ્યગ્દષ્ટિ જીવની મનોદશા : આસ્તિકતા-નાસ્તિકતા : ચાર પુરુષાર્થમાં હેય-ઉપાદેય : - બહિરાત્મા, અંતરાત્મા, મહાત્મા અને પરમાત્મા : વ્યાખ્યાન શા માટે ?' ઉપેક્ષાનું પરિણામ :
સંસાર અસાર ક્યારે લાગે ?
અનંત ઉપકારી સૂત્રકાર પરમર્ષિ શ્રી દેવવાચક ગણિજી શ્રી સંઘની સ્તુતિ કરતાં ફરમાવે છે કે-શ્રી સંઘરૂપ મેરૂ પર્વતની સમ્યગ્દર્શરૂપ વજરત્નમય પીઠ દઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ જોઈએ.
એ પીઠની દઢતા માટે શંકાદિ પાંચેય દોષોનો પરિત્યાગ કરવો જોઈએ અને એની રૂઢતા માટે સમયે સમયે વિશુદ્ધ બની પરિણામની ઉત્કટ ધારાવાળા ઉત્તમ અધ્યવસાયોથી આત્માએ વાસિત હૃદયવાળા રહેવું જોઈએ. સમ્યગ્દષ્ટિ કયા વિચારો કરે તો દઢ સમ્યક્ત રૂઢ થાય ? પૂ. આચાર્યદેવ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે તત્ત્વશ્રદ્ધાળુ સમ્યગ્દષ્ટિ આત્મા સંસારસાગરમાં કદી રમે નહિ. કેમ ન રમે ? વિવેકચક્ષુ પેદા થયાં છે માટે. સમ્યકત્વની પ્રાપ્તિ થવાથી શાસ્ત્રાનુસારી મતિવાળો બનેલો આત્મા સંસાર જે સ્વરૂપે છે, તે સ્વરૂપે તેને જોઈ શકે છે, માટે એ સંસારમાં ન રમે. જેમ નીરોગી ચક્ષુવાળો માણસ, જે વસ્તુ જેવી હોય તેવી દેખે, તેમ મિથ્યાત્વ રોગ વિનાનો