________________
૧૨ : સંઘનો આધાર, જિનમૂર્તિ અને જિનાગમ
પરીક્ષા કરીને માપ કાઢવું પડશે. દૃઢ સમ્યગ્દર્શનને રૂઢ બનાવવા પરિણામની ધારા કઈ હોય, એ વાત મારે તમારી પાસે કરવી છે.
733
- 52
-
૧૬૩
આજે કેટલાક કહે છે કે ‘દેરાસરોમાં ઘણા પૈસા પડ્યા છે. એ પૈસાથી એક બૅંક ઊભી કરો અને ગરીબ જૈનોને પૈસા ધીરો' હું પૂછું છું કે ‘જૈનોમાં કોઈ શ્રીમાન શ્રાવક નથી કે જે ગરીબ શ્રાવકોને બસો-પાંચસો ધીરીને લાઇને ચડાવે ?’ ‘દેરાસરમાં પૈસો મૂકવા જેવો નથી, ત્યાં પૈસાની શી જરૂ૨ છે ?’ આવું બોલનારા જ દેરાસરમાં જે પૈસા પડ્યા છે, તે આપી દેવાની બૂમો મારે છે. એટલે નવું મૂકવું નહીં અને જૂના ધીરી દેવા. ધીર્યા પછી ન ભરે તો એ જ કહેવા આવે કે-‘મૂકોને પંચાત, બીચારો ગરીબ છે. ક્યાં તારા ઘરનું જાય છે ? ભલે ને ન આપતો !’ આમ દેરાસરના પૈસા ખવાઈ જાય તો દસકા પછી હાલત શું થાય ? આ મંદિરો શાના આધારે ઊભાં રહેશે ? છઠ્ઠા આરામાં ધર્મનો નાશ થવાનો છે તે હવે અત્યારથી જ કરવા માંડવો છે ? આવા ઠરાવો ધર્મભાવનાના નાશક છે. બગડેલા જૈનોએ પરદેશીઓને પણ બગાડ્યા :
જૈન સમાજના ઉદ્ધારકોનું બિરુદ લેનારાઓને પૂછો કે આજે પરદેશમાં જૈનોની ખ્યાતિ શાથી છે ? આબુ દેલવાડા અને રાણકપુરજીનાં મંદિરો જોઈ પરદેશીઓ પણ માથાં હલાવે છે. ‘જૈનો પોતાના દેવની ભક્તિમાં પાણીની જેમ પૈસા વહેવડાવે છે,' એ ખ્યાતિ એ મંદિરોએઁ ઊભી કરી છે. ‘જૈનો જેને ઈશ્વર માને છે તેની પાછળ કેટલો વ્યય કરે છે !' એ નામના જૈનોની પશ્ચિમના દેશોમાં એ મંદિરોના યોગે જ ફેલાઈ છે. એ મંદિરો ન હોત તો જૈન ધર્મ છે એવું પશ્ચિમવાળા કદાચ એ રીતે ન પણ જાણત. આજના આપણા જૈનો જેઓ પશ્ચિમમાં જાય છે, તેમનામાં જૈનત્વની ખુમારી છે ? એ તો ત્યાં પરદેશીઓને મળીને એમના સારા વિચારોમાં પણ અગ્નિ મૂકી આવે એવા છે. એક વખત ત્યાંના વિદ્વાનો જૈનધર્મની પ્રશંસા કરતા, તે પણ નિંદા કરતા થયા હોય તો આપણા એ નામદારોનાં પરિચયને આભારી છે. કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાના ગ્રંથો જોઈ, એ વિદ્વાનો કહેતા કે ‘આવા ગુરુ આજે મળે તો એમના શિષ્ય થઈ જઈએ.' આવી પ્રશંસાનો ભાવ હતો. એ ભાવના યોગે તો ભવાંત૨માં માર્ગની પ્રાપ્તિ થઈ જાય. પણ તમે જેમને ભણાવ્યા એ લોકોએ તો આ ભાવનાનો ભાંગીને ભુક્કો કરી નાખ્યો. મહાન પૂર્વાચાર્યો માટે પણ યથેચ્છા બોલતાં એ લોકો અચકાતા નથી.
શ્રી જિનેશ્વરદેવનાં મંદિરો, મૂર્તિ, આગમ આદિ તો શ્રી જૈનશાસનનો અખૂટ ખજાનો છે. એને માટે પોતાને સંઘ મનાવનારા એમ કહે છે કે -