________________
૨૧૦ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ –
780 લગ્નમાં મુહૂર્ત તો ગોર સાચવી આપે, ગુરુ તો દીક્ષાનાં મુહૂર્ત સાચવે. સાધુ કે શ્રાવક કેમ બનાય તે ગુરુ બતાવે પણ વેપારી કેમ બનાય ? એ બતાવે આ બધા ભેદભાવ સમજો છો ? " દરિદ્રી શ્રાવકને પણ જો કોઈ બોલાવીને અર્થની વાત કરે તો એ દરિદ્રી શ્રાવક પણ પૂછે કે “તમે મહારાજ છો ? આ પ્રશ્ન સાંભળતાં ગુરુને ગભરામણ છૂટે. એ પૂછે કે કેમ ? તો પેલો શ્રાવક કહે કે-હું બે ચાર આના કમાઉ કે ન કમાઉ તેની આપને શી ચિંતા ? કયા મહાવ્રતમાં આવું પૂછવાની આપને છૂટ મળી છે ? મારા દીકરા કેટલા ધર્મી છે, એ પૂછો; મારા ઘરમાં અભક્ષ્ય ભક્ષણ, રાત્રિભોજન વગેરેનો ત્યાગ છે કે નહિ, એ પૂછો; તે પૂજા, પ્રતિક્રમણ, સામાયિક, પૌષધ થાય છે કે નહિ, એ પૂછું; પણ આવું પુછાય ? ;
શ્રાવકો આવું પૂછતા થાય તો જે સાધુઓ ભાષા પર કાબૂ નથી રાખી શકતા તે રાખતા થઈ જાય. આ તો એના જેવું થાય કે જાય માંદને ઘેર ખબર પૂછવા અને કરે પોતાના લેણાની ઉઘરાણી ! એક તો પેલો મરવા પડ્યો હોય, આર્તધ્યાનમાં પીડાતો હોય, ત્યાં એવી વાત થાય ? કહેવું જોઈએ કે “બેફીકર રહો ! આપ નહિ હો તો આપના છોકરા પાસે રૂપિયા નહિ માગું” આવું કહેનારા કેટલા ? આ તો પેલા મરતાને કહે કે છોકરાને કહેતા જજો, પાંચસો પહોંચાડી દે.' પેલો પથારીમાં પડેલો સમજે છે કે તેવડ તો નથી, શું કરવું ? હવે આથી આર્તધ્યાન વધે કે ઘટે ? ગૃહસ્થ પણ બોલતાં શીખવું પડશે. સાધુ પાસે કેમ જવાય, કેમ બેસાય, કેમ બોલાય, આ બધું જાણવું જોઈએ કુટુંબી, સ્નેહી, પાડોશી પાસે, માંદા માણસ-પાસે અને છેવટ મરી ગયા પછી જ્યાં દિલાસો આપવા જાઓ ત્યાં, કેમ જવાય, કેમ બોલાય એ બધું શીખો. આ તો આંખમાં આંસુ આવે નહિ એટલે ખેસ ઓઢી ઓ-ઓ કરતો રોવાના ઢોંગ કરતો જાય; પેલા ઘરવાળાને પથરણું પાથરવું પડે. એ પણ હસતા બોલતા હોય તે બધું બંધ કરી તરત રોવા માંડે, ગમે તેમ કરી રાગડા કાઢી આંખમાંથી બે-ચાર સાચાં ખોટાં આંસુ કાઢી આંખ લાલ કરે ત્યારે જ છૂટકો થાય. આંખ લાલ ન દેખાય તો આવનાર કહે કે “છે કાંઈ લાગણી ?” તોય ભોગ લાગે ! સુધારવાની પણ રીત હોય છે!
દુનિયાની વાત પૂછનાર સાધુને શ્રાવક પૂછે કે “આપ ગુરુ થઈને આ પૂછો છો ?' ગુરુ તરત સાવચેત થઈ જાય. આવા તમારા પ્રશ્નથી નવીન સાધુ પણ સંયમમાં ભૂલતા હોય તો સ્થિર થઈ જાય. આથી જ શ્રીવકને સાધુનાં મા-બાપ પણ કહ્યા છે.