________________
૨૦૪
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
જતાં ઉપ૨થી પાંચ લાખની ખોટ આવી. આજના બજારોની વધઘટ કેવી છે ? રાજા રંક અને રંક રાજા બને. આજે વેપાર નથી પણ સટ્ટો છે. આવા સમયમાં લક્ષ્મીને પંપાળ્યા કરો એમાં કઈ બુદ્ધિમત્તા છે ? વાપરવાનાં ક્ષેત્ર નથી ? સાતે ક્ષેત્રો મોજૂદ છે ને ? જો લક્ષ્મી તજાય તો અનુપમ; ન તજાય તો શાસ્ત્ર સામાન્ય રીતે વિધિ બતાવી છે કે પોતાની મિલકતનો અડધો ભાગ કે ત્રીજો ભાગ ધર્મમાં વાપરવા ખાતે રાખી બાકીની મૂડીના ત્રણ ભાગ કરી એક ભાગ જમીનમાં, એક ભાગ વેપાર ખાતે અને એક ભાગ આજીવિકા માટે ! આ રીતે વ્યવસ્થા કરનાર કદી દુઃખી થાય ?
સભા ‘મુંબઈના ખર્ચા આ રીતે નભે ?’
774
મુંબઈના ખર્ચા તો નભે પણ તમારી લાલસા ન નભે. મુંબઈમાં જો સાધુની સાધુતા જળવાય તો શ્રાવકનું શ્રાવકપણું કેમ ન જળવાય ? આ મુંબઈમાં એવા પણ પડ્યા છે જે છતી શક્તિએ કાયમ આયંબિલ તપ કરે છે. ભાવના હોય તો ધર્મ જળવાય. અહીં ધર્મને આરાધવાની સામગ્રી ઓછી નથી. એમ કહો કે તૃષ્ણા ૫૨ અંકુશ મૂકવાની ટેવ પાડી નથી. તૃષ્ણા થાય એટલે એને પૂરી કરવાના વિચાર કરો છો પણ પરિણામ નથી જોતા. પરિણામ જુઓ તો એ તૃષ્ણાને શમાવવાનું મન થાય. બેકારી શાથી આવી ? પૂર્વનો પાપોદય તો છે જ, એમાં વર્તમાનની પાપકરણી ભળી. શાસ્ત્ર કહે છે કે અયોગ્ય વિચારને આધીન ન થવાય તો પૂર્વનું પાપ, પુણ્યરૂપ થઈ જાય; જ્યારે આધીન થવાય તો પૂર્વનું પુણ્ય પણ પાપમાં પલટાઈ છે.
પુણ્ય-પાપ પણ નિમિત્ત પામીને ફળે છે. અયોગ્ય નિમિત્તથી બચવા માટે સાવધ રહો ! ચૌદ નિયમ શા માટે છે ? વ્રતમાં પોલ વધારે રાખી છે માટે ને ? ચૌદ નિયમ ધાર્યા પછી પણ ભાણે આવેલી વસ્તુમાંથી હજી કેમ ઓછી થાય અને છોડાય એમ વિચારવાનું કહ્યું, એમાંયે સારી ચીજ, જેની લાલસા વધારે, તે ખાસ છોડી દેવા કહ્યું. આવી રીતે વર્તવામાં શરૂમાં કઠિનતા લાગે, તકલીફ જણાય, મૂંઝવણ ઊભી થાય, આડાંઅવળાં વિઘ્નો પણ આવે, આજુબાજુવાળા હા-ના કરે પણ જો એક દિવસ એ ટેક જળવાય તો બીજે દિવસે કોઈ વિતાવે નહિ. અને બધા એમ જ કહે કે-ભાઈ ! હવે એને છોડવો નહિ, નહિ તો ક્યાંક ઘ૨ મૂકીને ભાગશે. એવા એક ધર્મની.છાયા આખા કુટુંબ ઉપર પડે આખા કુટુંબના સંસ્કાર શુદ્ધ બને. ઘ૨માં એક વ્યક્તિ અયોગ્ય માર્ગે જાય તો બીજાઓ ઉપર એવી છાયા પડે અને એક ધર્મી થાય તો ધારે તો બધાને ધર્મ તરફ ખેંચે.