________________
૧૪૮ –
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ – ભોગ કર્મ પણ રોગ તણી પેરે, ભોગવે રાગ નિવારી રે,
પરવાલા પરે બાહ્ય રંગ ધરે, પણ અંતર અધિકારી રે. માટે તો ભોગો ભોગવવા છતાં એમને મહાવિરાગી માન્યા. સમકિતી ખાવા બેસે ત્યારે સુધાવેદનીય સહેવાની શક્તિ નથી એમ સમજીને ખાય. પછી એ ચટણી માંગે ખરો ? ભાણામાં આવે અને ખાય એ વાત જુદી. એને એ પુણ્યનો પ્રકાર માને પણ એમાં લેપાય નહિ. લેપાવામાં નવી ઉપાધિ માને છે. જે ભોજનને દુઃખ માને તે વળી સ્વાદને સુખ માને ?
સભાઃ આ બધું અમલમાં મૂકવું બહુ કઠિન છે.
કઠિન માનો પણ એ ખામી છે. એમ કબૂલ કરો તો પણ અહોભાગ્ય ! પેઢી ખોલ્યાં પછી મોટી કમાણીનું ધ્યેય ભુલાય ? ' . '
રસકસમાં આસક્ત બનેલાને પ્રભુમાર્ગમાં વાતવાતમાં શંકા થાય. “આ ખાઈએ તો પાપ ? રાતે ખાઈએ તો પાપ ? વાતવાતમાં પાપ ?' આમ એને શંકા થયા જ કરે. આ જ મિથ્યાત્વ.
દેવતા કવલાહાર ન કરે. જેમ ઉપરના દેવતા તેમ એને ભૂખ થોડી. જેમ આહાર પાણીની અભિલાષા ઓછી તેમ સુખ વધારે. દશ દિવસ સુધી તમને ભૂખ ન લાગે, ખાધા વિના ચાલે અને કામકાજમાં બિલકુલ બાધા ન આવતી હોય તો સારું ન માનો ? ખાવા માંગો ખચ ? ખાવાની પીડા કેટલી છે ? રસોડું કાળું થાય, ઘરમાં ધુમાડો થાય, વાસણ માંજવાં પડે, બાઈઓને ચૂલા પાસે બેસવું પડે અને હાથ તથા મોં ગંદાં કરવા પડે, આ બધું ખાવાના પ્રતાપે જ ને ? મોં બગડે શાથી ? રોગો થાય શાથી ? વેઠ કરવાની શા માટે ? બધું પેટ ખાતર જ ને ? આ બધી વાત તમને નહિ બેસે પણ વિચારો તો વસ્તુસ્થિતિ આ જ છે. સુધા ન લાગે અને આનંદથી બધું કામ બરાબર ચાલે તો કોઈ ખાવાને ઇચ્છે ? , આહાર પાણીની ઇચ્છા વારંવાર ન થાય એ જ દેવલોકમાં સુખ છે. બહુ લાંબા સમયે ઇચ્છા થાય કે તરત તૃપ્તિ થઈ જાય એ એની ઉત્તમતા છે.
સમ્યગ્દષ્ટિ વસ્તુને વસ્તસ્વરૂપે સમજે એટલે એનો આનંદ ઓર છે. નાશવંતી અને પારકી ચીજને પોતાની માનવી એ જ મિથ્યાત્વ. એને શ્રી જિનેશ્વરદેવનો માર્ગ પામવો, હૈયામાં રૂચવો કઠિન અને પામેલો હોય તો ક્યારે ચાલ્યો જાય તે કહેવાય નહિ. મોક્ષમાં ખાવાપીવાની પંચાત નથી માટે જ પરમ સુખ છે.ખાવુંપીવું કોને પડે !ભૂખ્યા તરસ્યાને બેસવું કોને પડે?ઊભા રહીને થાકેલાને. સૂવું કોને પડે ? શ્રમિત થયેલાને. તમને જો શ્રમ ન લાગતો હોત તો રાત્રિ વીતાવવી