________________
725
– ૧૧ : પઢમં નાણું તઓ દયાનું તાત્પર્ય - 51 – ૧૫૫ પતાંસાનો સ્વાદ ન ચાખ્યો હોય ત્યાં સુધી મા છી-છી કરી પડાવી લે પણ એક વાર સ્વાદ ચાખ્યા પછી મા છી કહે તોયે ન મૂકે. પકડેલું છોડાવવું મુશ્કેલ પડે. પછી તો એનાથી પતાસાં સંતાડવાં પડે. કારણ કે, એથી બાળક માંદા પડે છે. વિરાગી બનેલાને વિષયની સામગ્રીમાં ગોઠવવા એ સંન્નિપાત છે. પરણ્યા પછી મા-બાપનેય વેચી ખાનારાઓ ગુરુ અને શાસ્ત્રને માને ? સ્ત્રીને સહચારિણી કહે અને મા-બાપને આઘાં કાઢે, કહી દે કે, “ભેગાં રહેવું હોય તો અમારી અનુકૂળતા જાળવવી પડશે. જરા ડાહ્યો હોય તો આટલું જ બોલે અને ગાંડો હોય તો એથી આગળ પણ વધે. વિષયના સંગીને વૈરાગ્ય આવવો સહેલો નથી. છેલ્લી હદે વ્યાધિ થઈ ગયા પછી. વૈદ્યને હાથ ખંખેરવા પડે. વિષયના સંગમાં ગયા પછી બચનારા થોડાં વર્ષો સુધી અભ્યાસ પાડે ત્યારે માંડ માંડ બચે.
બાળકને વૈરાગ્યની વાસના જાગી અને ગુરુસેવામાં એ રહેવા માંગે તો ત્યાં મૂકવામાં ગુનો કર્યો ? સારું-નરસું, લેણું-દેણું એ બધું આઠ વર્ષના બાળકનું ન જોવાય, અઢાર વર્ષનાનું જોવું પડે. આઠ વર્ષનો બાળક દીક્ષા લેવા આવે એને વધારે પૂછવું ન પડે. એને એટલું જ પુછાય કે, “તને અહીં ગમશે ? અહીં તારાં મા-બાપ નથી, માંગીશ તે બધું નહિ મળે.” બાળક કહે કે, ભલે. આટલું કહે તો તેને દીક્ષા આપી દેવાય, પણ અઢાર વર્ષનો આવે તો બધું પૂછવું પડે. એના બાપને પૂછવું પડે કે, “કાંઈ અપલક્ષણ તો નથી ને ? કોઈનું ઉઠાવી લે એવો નથી ને ? કહ્યું કરે એવો છે ને ? વગેરે વગેરે... કેમ કે અમારે એને પગ પાસે બેસાડવાનો છે, માથે બેસાડવાનો નથી. બે દિવસ રહીને ભાગી જાય તો અમારી પાસે પોલીસ નથી કે પકડી લાવે. લોકો પણ બોલે કે, “કેવાને મૂંડ્યો કે બે દિવસમાં ભાગ્યો?' આ બધી જોખમદારી અમારા માથે છે. તેનો અમને ખ્યાલ છે. નાના બાળકની કુટેવો સુધારતાં વાર ન લાગે. તમે નાના બાળકને કહો કે,
આ ઘેર ન જવાય' તો જરા વાર કદાચ રડે. પણ પછી સમજી જાય. મોટાને રોકવો ભારે પડે. નાનપણથી તાલીમ આપી જેમ દુનિયાદારીમાં પાવરધા બનાવી શકાય છે તેમ અહીં પણ બનાવી શકાય. આ છે દીક્ષાનો વિરોધ કરનારી મનોદશા :
વિષયમાં રંગાયા પછી વૈરાગ્ય આવવો કઠિન છે. સ્વાદ ચાખ્યા પછી મોજ મૂકવી ભારે છે. જીવને અનાદિકાળનો એ જ અભ્યાસ છે માટે એનો ચેપ લાગ્યા પહેલાં ખસેડવામાં સલામતી છે. જેથી એ બધી બુદ્ધિ અહીં કામ લાગે. બાકી ચૌદ આની બુદ્ધિ દુનિયામાં ખર્ચાઈ જાય, તમામ શક્તિનો દુનિયાનાં કામોમાં ભાંગીને ભુક્કો થઈ જાય, બધી વાતે પરવારી જાય. પછી દીક્ષા લેતો હોય તો