________________
712
૧૪૨
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ - અને પછી એ કાચું પાણી પીએ તો એનું પાપ કાઢનારને લાગે ને ? આ દયા છે? પેલા દયાળુઓ (!) કહે છે કે, “અમે તો તને તારા બાપની રજા હોય તો મહિના પછી કાઢીએ, નહિ તો તું નીકળે તોયે ધક્કો મારી પાછો ધકેલીએ.'
શ્રી જૈનશાસનને પામેલા આવું કહે ? તે આયુષ્યને ચંચળ માને કે સ્થિર ? ઘરડા જ મરે કે જુવાન પણ મરે ? મા-બાપને પૂછ્યા વિના ધર્મ ન જ થાય ? એનું કાંઈ કારણ ખરું ? નોકરને પણ છૂટ હોય છે કે લાભનો સોદો હોય તો કરી લેવો – પૂછવા આવવું નહિ. નવાણું વખત નોકર લાભ કરી આવે અને એકાદ વખત ખોટ કરે તો ડાહ્યો શેઠ એને ઠપકો ન આપે. ઉપરથી હિંમત આપે. ઠપકો આપે તો એ શેઠ નહિ પણ કુંભાર કહેવાય. સંતાનને એટલી પણ છૂટ નહિ ?. મા-બાપે સંતાનને કહેવું જોઈએ કે, “ઊંધા માર્ગે જતાં પહેલાં સલાહ લેવા આવજે. પણ સન્માગે જાય તો પૂછવા આવવાની જરૂર નથી.”
માટે સમજો કે નાશ થતો હોય ત્યારે શાંતિ-ક્ષમાની વાતો કરનારા ઇરાદાપૂર્વક નાશને વહેલો ખેંચી લાવનારા છે. કોઈ ગબડશે તેમ લાગે તો સો હાથ દૂરથી પણ બૂમ મારવી. ‘આવો ભાઈ !” એમ્ર ધીમેથી તે વખતે ન બોલાય. ત્યાં ઉતાવળે બોલવાથી સમતા જતી રહેતી નથી. ખેડૂત પણ એટલું સમજે છે. તે પણ ભયના વખતે ગામમાં અવાજ પહોંચાડવા કાનમાં આંગળા ઘાલી એવી રાડ નાંખે કે પાસે ઊભેલા કંપી ઊઠે. આજે જે સમતાની વાતો થાય છે તે સમતા નથી, પણ શબવૃત્તિ છે. એ શાંતિ વાસ્તવિક નહિ, સ્મશાનની શાંતિ છે.
ફરી જણાવું છું કે સરવાળાના ઠેકાણે બાદબાકી ન કરો ? ઉધારમાં સો, પચાસ, પચીસ અને પંદરની રકમો હોય તો એક સો નેવુંનું લેણું થાય, પણ બાદબાકી કરો તો દશ મળે. ભીખ માંગવાનો વખત આવે એવો હિસાબ કરનારો મુનીમ હોય તો તેના શેઠની પેઢી વહેલી ઊઠે. પ્રભુશાસનની પેઢી પર પણ સરવાળાના ઠેકાણે બાદબાકી ન કરો. સમ્યક્ત્વ સાચવનારે પ્રમોદભાવના જવા દેવી નહિ અને સભ્યત્વને દૂષણ લાગવા દેવું નહિ. એ બેય સાચવવાનું છે.
હવે પાંચમો દોષ મિથ્યામતિનો પરિચય છે - તે હવે પછી.