________________
૧૧૨
- સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
- 682 સાચા બળવાનના હાથે મરે છે, પણ મગતરાથી મરવું પડે ત્યારે માથું પછાડીને જ મરવું પડે. સિંહ જેવા શૂરવીર બનો અને હાથી જેવા સાવધ બનો. તમારા તરફથી ક્ષુદ્રને ભય ન જોઈએ. પણ એમનાથી સાવધ તો પૂરા રહેવું જોઈએ. ધર્મના દુશ્મનો માટે સિંહ જેવા બનો. પણ સાવધ હાથી જેવા બનો. આજે નથી સિંહ જેવી ક્રૂરતા અને નથી હાથી જેવી સાવધાની.
સભાઃ “સાહેબ ! સાવધાની તો ઘણી છે.”
છે પણ તે આ ખોખા (શરીર) માટે; એમાં તો એક્કા છો. પણ આ તો આત્માની વાત ચાલે છે : માટે જો આત્મા માટે સાવધ હો તો, ધર્મની હાનિ પહોંચાડવા ઇચ્છતા શુદ્રોને કહી દ્યો કે -
અમે તમારા જેવા કદી નહિ થઈએ, તમારું નહિ બગાડવાની કાળજી રાખીશું, અમારા સ્વાર્થ માટે પણ તમને હાનિ નહિ પહોંચાડીએ, બનશે ત્યાં સુધી ભલું કરીશું; આ અમારી સિંહવૃત્તિ છે. પણ છળ કરવા માંગશો તો નહિ ફાવો, અમે જીવતા છીએ, અમારામાં વિવેક વિનાની નરી સિંહવૃત્તિ જ નથી. પણ હાથી જેવી સાવધગિરિ પડે છે. વાસ્તવિક ગુણ-અવગુણ સમજાય તો આ બધું જ સહજ બને. પ્રીતિ અને ભીતિ ઉભય જોઈએ ?
રાજામાં “ભીમપણું અને કાંતપણું' આ બેય ગુણ જોઈએ. એની એક આંખમાં પ્રીતિ હોય અને એક આંખમાં ભીતિ હોય. જેની બેય આંખ કડવી કે બેય આંખ મીઠી હોય એ રાજા, રાજા તરીકે જીવે નહિ. એ જ રીતે ધર્મી કે જેની એક આંખમાં કઠોરતા અને એક આંખમાં મૃદુતા હોય. અમી પણ ઝરે અને અગ્નિ પણ ઝરે. ધર્મવિરોધી એને દેખીને કંપે જ્યારે સામાન્ય આત્મા એને મળવાને ચાહે.
કવિએ કહ્યું કે, “મીમાન્તપુછો રાના' - રાજા તદ્દન ભીમ પણ નકામો અને તદ્દન કાન્ત પણ નકામો. જગતમાં સર્જન અને દુર્જન બેય છે અને એ બેયની વચ્ચે જીવવું છે તો એક ગુણે કેમ જ નભે ? શ્રી જિનેશ્વરદેવની વાણીમાં પણ એ તાકાત છે – પોતે વીતરાગ છતાં એમની વાણીમાં પણ એ તાકાત છે કે ત્યાં કલ્યાણાર્થી ઝૂકે અને સંસારાર્થી ધ્રૂજે. દરેકેદરેક યોગ્ય વ્યક્તિમાં બે ગુણ જોઈએ, ધર્મીની સાથે ધર્મી તથા અધર્મી જે રીતે વાત કરી શકે તે જ રીતે જો ધર્મવિરોધી પણ કરી શકે તો ત્યાં ધર્મ છે જ નહિ એમ માનવું પડે. ધર્મીને ધર્મી ભેટી શકે, અધર્મી મજેથી પાસે આવી શકે. પણ ધર્મવિરોધી તો એની છાયા