________________
' જોતા શીખી જાઓ....
પરમ ઉપકારી યશોવિજયજી જ્ઞાનસાર નામના ગ્રંથમાં સર્વાગી રહસ્યો ઠાલવી રહ્યા છે.
જેની દૃષ્ટિ પૂર્ણ છે એને જગત પૂર્ણ દેખાય છે. તીર્થકરો | કેવળજ્ઞાનીઓ પોતે પૂર્ણ છે. તેઓ આખા જગતને પૂર્ણરૂપે જુએ છે.
પ્રશ્ન થાય આપણે અપૂર્ણ છતાં પૂર્ણરૂપે જુએ? રહસ્ય ગુરૂગમથી મળી શકે છે.
ગુરુગમ કલિકાલનું અમૃત છે. ગુરૂગમ મળી જાય તેની સામે કોઈ પડદા નથી. આવરણ હટાવી રહસ્ય સમજાવે છે. એના માટે સતત સત્સંગ જરૂરી છે.
જ્ઞાની ભગવંતો કહે છે નિશ્ચય અને વ્યવહાર એમ બંને દૃષ્ટિ જોઈએ. તીર્થકરો નિશ્ચય દૃષ્ટિથી કહે છે કે જગતના તમામ આત્માઓ સમ્યગજ્ઞાન - દર્શન - ચારિત્રથી પૂર્ણ છે. તેથી તેઓ જગતમાત્રને પોતાની સમાન જુએ છે.
સોનું માત્ર શુદ્ધ.... જલ માત્ર પવિત્ર... પરમાત્માના રહસ્યોને સમજવા ગુરૂગમ જોઈએ. જગતમાં ચાર વસ્તુઓ દુર્લભ છે : (૧) મનુષ્ય જન્મ (૨) શ્રવણ (૩) શ્રદ્ધા (૪) સંયમમાં વીર્ય શાસ્ત્રનું માત્ર વાંચન નહિ પણ શ્રવણ દુર્લભ બતાવ્યું છે. સ્થૂલિભદ્રસ્વામીને પણ ભદ્રબાહુસ્વામી પાસે જવું પડ્યું હતું. પુસ્તક વાંચી પંડિત થવાય. ગુરૂગમથી જ્ઞાની બનાય. પુસ્તકોથી વિદ્વાન થવાય.. ગુરૂગમથી ગુણવાન બનાય.
શાસ્ત્ર સાપેક્ષ ગુરૂ જોઈશે. અપેક્ષાએ પૂજા કરતાંય પ્રવચનનું મહત્ત્વ વધારે બતાવ્યું છે.
પૂજા એ પરમાત્માનું સ્થાપનાદેહ છે, પ્રવચન એ પરમાત્માનું આજ્ઞાદેહ છે.
ચાર જ્ઞાનના ધણી ગૌતમસ્વામી પણ પ્રતિક્રમણ કરે. આવશ્યક ક્રિયાની બિનઉપયોગીતા કહી ધ્યાનમાર્ગને આગળ લઈને ફરે છે. તેઓ પણ હજી પ્રભુના શાસનને સમજી નથી શક્યા.
= • ૧૦૨ -