________________
. * કોને
"
***
મકક/મગ-
પ્રતિમાપૂજન આકારના કોઈને કોઈ પ્રકારની પૂજા-ભક્તિ દ્વારાજ આત્મા નિરાકાર પદે પહોંચે છે-એ હકીકતનું પ્રગટ દર્શન આ દુનિયામાં સર્વત્ર થાય જ છે, તેમ છતાં એમ બાલવું કે, હું મૂર્તિપૂજામાં નથી માનતે તે પોતાના જ વર્તન વિરુદ્ધનું પ્રમાણુરહિત વચન છે.
શું મુસ્લિમ કે શું ખિસ્તી ! શું કબીરપંથી શું આર્યસમાજ ! શું નાનકપંથી કે શું તેરાપંથી ! આ બધા જ આકારના કોઈ એક પ્રકારની પૂજા ભક્તિ કરે જ છે. મૂર્તિને નહિ માનનાર ચુસ્ત મુસ્લિમ મરજીની ઈટે ઈંટને મૂતિ જેટલી પવિત્રતાની નજરથી જુએ છે અને તેના રક્ષણ ખાતર પોતાના પ્રાણને પણ તુચ્છ સમજે છે. આ ગ્રન્થપૂજા, ક્રોસ (+) ભક્તિ, ગુરૂપૂજા ઈત્યાદિમાં પણ આકારના કોઈ એક પ્રકારની પૂજાને સમાવેશ થઈ જાય છે, તેમ છતાં એમ બોલવું કે, હું મૂર્તિપૂજામાં નથી માનતે–એ કઈ રીતે ગ્ય કહેવાય ?
મૂર્તિપૂજામાં નથી માનતે, એવું બેલનારા બધા આડકતરી રીતે એ વાતનો નિર્દેશ કરે જ છે કે, હું અમૃત પૂજાને માનું છું કે જે તેની આ માન્યલા સાચી સમજના ઘરની હોય તે તે મૂર્તિમંત કોઈપણ પદાર્થ–પછી ભલે તે ગ્રન્થના રૂપમાં હોય કે બીજા આકારે હોય પણ તેની પૂજા ભક્તિ તેનાથી થઈ જ ન શકે! પણ આમ બનવું અશકય છે. કારણ કે મૂર્તિપૂજાના મૂળ આ વિશ્વમાં ખૂબ જ ઊંડા છે, એટલે તેનો ગમે તેટલી અલોપ કરનાર પણ બીજી કોઈ રીતે મૂતિને પૂજતે જ હોય છે. ઈષ્ટના આકારને ગળામાં લટકાવતો જ હોય છે. પદાર્થ માત્રની ચાર સ્થિતિ
વિશ્વના પદાર્થની ઓછામાં ઓછી ચારસ્થિતિ હોય છે. (૧) નામ, (૨) આકાર (૩) પિંડ અને (૪) વર્તમાન અવસ્થા,
વસ્તુની વર્તમાન ભાવ-અવસ્થા જેમ વસ્તુને બોધ કરાવે છે, તેમ તે જ વસ્તુની ભૂત અને ભાવિ અવસ્થા, તે વસ્તુના આકાર અને વસ્તુનું નામ પણ તે વસ્તુને જ બંધ કરાવે છે. કાર્ય-કારણ આદિ સંબધોની અનેકતા
નઝમ
જ
આ દુનિયામાં પ્રત્યેક વસ્તુને અન્ય વસ્તુ સાથે કોઈને કોઈ પ્રકારના સંબંધ હોય જ છે. એ સંબંધ અનેક પ્રકારના હોય છે. કોઈ