________________
-
D
,
પ્રકરણ ૧૩ મું
૧૧૧ પ્રશ્ન છે મૂર્તિમાં મન લાગવાને મનમાં મૂર્તિની ભક્તિ જાગવાને.
વળી કેટલાક કહે છે કે, સિંહની મૂર્તિ આવીને મારતી નથી, તેમ ભગવાનની મૂર્તિ પણ આવીને તારતી નથી !
આવું કથન પણ અણસમજનું છે, કારણ કે ‘સિંહ સિંહ' એવું નામ લેતાંની સાથે જ શું સિંહ આવીને મારે છે? નહિ જ. તે પછી ભગવાનનું નામ લેવું પણ નિરર્થક ઠરશે. વળી સિંહની મૂર્તિ મારતી નથી, તેનું કારણ એ છે કે મારવામાં સિંહને પિતાને પ્રયત્ન કરવો પડે છે, મરનારને નહિ. જ્યારે ભગવાનની મૂર્તિને કાંઈ પ્રયત્ન કરે પડતું નથી, પરંતુ તરનારને કરવો પડે છે. મુક્તિ મેળવવા માટે વત, નિયમ, તપશ્ચર્યા. સંયમ આદિની આરાધના આરાધકને કરવી પડે છે, પરમાત્માને નહિ. પરંતુ શ્રી જિનેશ્વરદેવની મૂર્તિના આલંબનથી જ જીવને તપ-નિયમાદિ કરવાને ઉલ્લાસ થાય છે. અને તે દષ્ટિએ “ભગવાનની મૂર્તિ તારે છે, એમ ન કહીએ તે ગુણ-ચાર ઠરીએ.
આથી આગળ વધીને વિચાર કરતાં, પત્થરની ગાય દૂધ નથી જ આપતી એમ કહેવું એ પણ ખોટું છે. કારણ કે ગાયના આંચળ તથા તેને દેહવાની ક્રિયાના અજાણ પુરુષને તેની સમજણ આપવા પણ ગાયની જરૂર છે. અને સાક્ષાત્ ગાયના અભાવમાં તેની મૂતિ દ્વારા તે દેહવાની ક્રિયાનું જ્ઞાન આપી શકાય છે. એ જ્ઞાન સિવાય પ્રત્યક્ષ ગાય મળી જાય, તે પણ દૂધની આશા રાખવી વ્યર્થ છે. એ કારણે પણ ગાયની મૂર્તિ દૂધ આપનારી ઠરી, એમ પણ સ્વીકારવું પડશે.
તે જ રીતે શ્રી જિનેશ્વરદેવના અભાવમાં શ્રી જિનેશ્વરદેવની ભક્તિ અને ધ્યાન કરવાનું જ્ઞાન મેળવવા માટે, શ્રી જિનેશ્વરદેવની મૂર્તિની અવશ્ય જરૂર છે. મૂતિના અભાવે ભક્તિ અને ધ્યાન કરવાનું યથાર્થ અનુષ્ઠાન અને વિધિ જાણ શકાતાં નથી. વાન અને ભક્તિ વિના મોક્ષફળ મેળવવાની ઈચ્છા ફળતી નથી.
એ રીતે પત્થરની ગાય જેમ દેહવાની ક્રિયા શીખવાડે છે, તેમ પત્થરની મૂતિ ભક્તિ-ધ્યાન-આદિ કરવાની રીત શીખવાડે છે અને તેના અનુષ્ઠાનને જીવનમાં અમલી બનાવે છે. એટલે પત્થરની ગાયને દાખલો રજૂ કરીને પત્થરની મૂર્તિની ભક્તિ નહિ કરવાની વાત પણ આ રીતે વજુદ વિનાની કરે છે.