________________
પ્રકરણ ૨૦ મું
૨૧૩
“ભક્તિપૂર્વક શબ્દ શાસ્ત્રકર્તાએ વાપર્યો છે. તેથી સૂર્યાભ દેવની ભક્તિ પ્રધાન છે અને ભક્તિનું ફળ શ્રી ઉત્તરાયયન સૂત્રમાં મોક્ષ સુધીનું કહ્યું છે.
ક્ષાયિક સમ્યકત્વી, એકાવતારી અને ત્રણ જ્ઞાનનો ધણી સૂર્યાભદેવ શું દેવ-ગુરૂની ભક્તિની વિધિને નહિ જાણત- હેય ? વળી સર્વજ્ઞ પરમાત્મા તથા બીજા સૂત્રકારેએ પણ તે કાર્યને “ભક્તિ માં સમાવેશ કર્યો છે અને તેથી જ તેને નિષેધ નથી કર્યો.
અગર મૌન રહેવાથી જ નિષેધ થઈ જવાનું કહેશે. તે શ્રી ભગવતી સૂત્રના ૧૧મા શતકમાં કહ્યું છે કે, શ્રી વીર પ્રભુ-સન્મુખ ઋષિભદ્રને ઘણા શ્રાવકેએ તેની પ્રશંસા સાંભળી વંદન કર્યું, અપરાધ ખમાવ્યા તથા બારમા શતકે પણ એ અધિકાર છે કે, શંખ શ્રાવકની પ્રશંસા ભગવાનના મુખે સાંભળી, તેથી તે શંખને ઘણા શ્રાવકેએ ખમાવ્યા.
આ બંને ય પ્રસંગોએ ભગવાન તે મૌન રહ્યા હતા. અગર ભગવાનના મૌનના કારણે આ કાર્યને આજ્ઞા બહારનાં કહેશે, તે તે ચાલવાનું નથી, કારણ કે ભગવાને જાણતા છતાં ઉપર પ્રમાણે શ્રાવકની પ્રશંસા કેમ કરી તથા વંદન કરતાને નિષેધ્યા કેમ નહિ ? એવો પ્રશ્ન ઊભે થશે.
શ્રીજીવાભિગમ, શ્રી ભગવતીજી તથા શ્રી ઠાણુગ સૂત્રમાં-દેવતાઓ શ્રી નંદીશ્વર દ્વીયમાં અઠાઈ મહેત્સવ નાટક ઈત્યાદિ કરે છે, તેમને આરાધક કહ્યા છે, પણ વિરાધક નહિ.
શ્રી રાયપાસેણી સૂત્રમાં સૂર્યાભ પણ દેવના સેવકોએ ભગવાનને કહ્યું, ત્યારે ભગવાને તેમની પ્રશંસા કરી છે. શ્રી જ્ઞાતા સૂત્ર વગેરેમાં કહ્યું છે કે, શ્રી પાર્શ્વનાથજીની અનેક સાધ્વીઓ ચારિત્ર-વિરાધી તાપસીએ બની અને અજ્ઞાન તપસ્યાના પ્રભાવે દેવલોકમાં ગયા બાદ શ્રી મહાવીર પરમાત્મા સન્મુખ બવિધ નાટક કર્યું, જેનું ફળ શ્રી ગૌતમ સ્વામીના પૂછવાથી ભગવાને ફરમાવ્યું કે “આ નાટકની ભક્તિ કરી તેઓ એકાવતારી પણાને પ્રાપ્ત થઈ છે.”