________________
અસીમોપકારી દેવ દર્શન
૨૨ अमोघा वासरे विद्युद्, अमोघ निशिगर्जितम् । नारी-बाल-वचोऽमोघ-ममोघ देवदर्शनम् ॥
અર્થ : દિવસે વીજળી અમોઘ છે. રાત્રિએ ગર્જારવ અમેઘ છે અને સ્ત્રી તથા બાળકનું વચન જેમ અમોઘ છે, તેમ દેવનું દર્શન પણ અમોધ એટલે કે અવશ્ય ફળને આપનારું છે.
પરોપકારી પરમાત્માની પ્રતિમાનાં દર્શન કરવાનો દઢ સંસ્કાર આ દુનિયામાં જ્યાં સુધી સૂર્ય-ચન્દ્ર ઉગે છે, ત્યાં સુધી ટકી રહેવાનો છે. દેવદર્શન કરવાના અતિ ઉત્તમ સંસ્કારને વિરોધ કરનારાઓ પણ, પિતે માની લીધેલી ઈષ્ટ વસ્તુઓનું દર્શન કરવા માટે હંમેશા તત્પર રહે છે અને એ રીતે પોતાના સમય દ્રવ્ય અને શક્તિનો વ્યય કરે જ છે. એ વ્યયનું પરિણામ અને દેવ દર્શન માટેના સમયાદિના વ્યયનું પરિ. ણામ-એ બે વચ્ચે કેટલું અંતર છે, તે કઈ પણ તટસ્થ વિચારક તરત સમજી શકે તેમ છે.
દેવદર્શન માટે નિર્મિત થયેલાં દેવમંદિરની અંદર અને આસપાસ આધ્યાત્મિકતા છવાઈ રહેલી હોય છે, કેઈ પણ પ્રકારના દુન્યવી પાપ કર્મોની કે વિષય-રાગની વૃદ્ધિ થતી દેખાતી નથી. જ્યારે તે સિવાયનાં સ્થાનોમાં કે તેની આસપાસના વાતાવરણમાં તેટલી પવિત્રતા, નિષ્પાપતા કે આધ્યાત્મિકતાને વાસ અશકય બને છે.
એક સિનેમા-ઘર કે એક નાટયગૃહની આસપાસ જે વિકારક દશ્ય નજરે પડે છે, તે દશ્ય એક દેવમંદિરની આસપાસ કદી પણ દેખાતું નથી, દુન્યવી દો જેવાના સ્થાનની ચેમેર પાપ-પ્રવૃત્તિઓના પુજના પંજ એકત્ર થાય છે, એથી વિરુદ્ધ દેવદર્શન કરવાના સ્થાને-દહેરાસરેની ચોમેરથી પાપ-પ્રવૃત્તિઓ દૂરને દૂર હડસેલાતી હોય છે. અને પાપભીરુતાનું વાતાવરણ પ્રસરતું હોય છે. આનું કારણ દેવ મંદિરમાં પ્રતિષ્ઠત થયેલ દેવાધિદેવની મૂર્તિ છે.