________________
ઉપસંહારનો–ઉપદેશ
૨૬ પ્રતિમા–પૂજન નામે આ ગ્રન્થમાં પરમ પૂજ્ય શ્રી તીર્થકર દેવની પ્રતિમાની ઉત્તમ દ્રવ્ય અને ભાવપૂર્વક પૂજા-સ્તુતિ-ભક્તિ વગેરે કરવાથી પૂજકુ આમા પણ કાળક્રમે પૂજ્યતમ પરમાત્મ- પદને પામે છે, તે શાસ્ત્રીય સત્યનું શાસ્ત્રાધારે પ્રતિપાદન કરવામાં આવ્યુ છે. મૂતિ. પૂજામાં થતી જણાતી સ્વરૂપ-હિંસાને આગળ કરીને જેઓ તેનાથી વિમુખ રહે છે, તેઓ પણ જીવવા માટે જરૂરી શ્વાસની લે-મુક કરતા થતી જીવહિંસાને ટાળી શકે તેમ છે ખરા? ના. તેમ કરવાથી ધર્મ અને મોક્ષ પુરુષાર્થ માટે મળેલે માનવ ભવ જ અસાર્થક બને છે.
જીવન પ્રત્યેનું નકારાત્મક વલણ આપણે નથી અપનાવતા, પણ હકારાત્મક વલણ અપનાવીએ છીએ. અને તેથી જ જીવનમાં આપણે રસ ટકેલું રહે છે.
અનંતજ્ઞાની ભગવંતે કે જેઓ દયાના સાગર હતા તેમજ છે, તેઓએ પણ જેને યથાર્થતાની મહોર મારી છે, તે મૂર્તિપૂજામાં પાપ જેવું અને માટે તેનાથી વિમુખ થવું, એ પડતા-આખડતાં ચાલતાં શીખતા બાળકને પારણામાં જ ગોંધી રાખીને સલામત રાખવા જેવું. અહિતકારી પગલું છે.
મૂર્તિપૂજા તરફના આ જાતના નકારાત્મક વલણને ગંભીર ગણીને સુધારીને હકારાત્મક બનાવવાની સુંદર. મન ની છણાવટ આ ગ્રન્થમાં છે.
પોતાના ઉપકારી માતા-પિતાના ફોટા તરફ નફરત દાખવનાર સુપુત્ર નથી જે ગણાતું. આખી દુનિયા તેને ભાંડે છે એ જાણવા છતાં અર્સીમાપકારી જિનેશ્વર દેવની પ્રતિમાના દર્શન કરવામાં પણ જેઓ પાપ માને છે, તેઓ દુનિયાની નજરમાંથી ઉતરી જાય છે. એટલું જ નહિ પણ શ્રી જિનેશ્વરદેવની કૃપા ઝીલવાની પાત્રતાથી પણ ભ્રષ્ટ થઈ જાય છે.
જેની મૂર્તિ ન ગમે તેના વચન આદેય શી રીતે લાગે ? આ પ્રશ્નને કેઈ એક જ દષ્ટિકોણથી ન જોતાં-મૂલવતાં સ્યાદ્દવાદ દષ્ટિએ જોવામૂલવવાથી દર્પણમાં પિતાનું માં જોવાની જે વૃત્તિ સર્વને વળગેલી