________________
પ્રકરણ ૨૬ સુ
૨૬૫
ઉપેક્ષા કરીને, કેવળ દેહને સાચવીએ તેા પશુવત્ જીવનમાં ઘસડાઈ જવું પડે એવુ સ્પષ્ટ જ્ઞાન ધરાવનારા સુજ્ઞ જના ગામે-ગામમાં દવાખાનાના હિમાયતી જનાની જેમ પ્રત્યેક ગામમાં જિનાલય ઊભું કરવામાં સ્વપર શ્રેયઃ સમજીને તે કાર્ય માં ત્રિવિધે સહભાગી બને છે.
ગામમાં બગીચા પણ જોઇએ. મનેારજન કેન્દ્ર પણ જોઇએ એવા મત ધરાવનારા જો સુમતિવાન હેાય છે. તે તેમને ગામમાં પ્રાથમિક આવશ્યકતા દેવાલય તેમજ જિનાલયની લાગે જ છે. શાસ્ત્રો તે ત્યાં સુધી કહે છે કે, આત્મા વગરના દંહ જેવુ જિનાલય વગરનું ગામ છે. આ વાત ખૂબ જ ગંભીર રીતે સમજવાની છે. આ ગાંભીય ને આ ગ્રંથમાં મનનીય રીતે પ્રસ્તુત કરવામાં આવ્યુ છે.
શ્રી.જિનમંદિરમા નિત્ય જવાના નિયમને આપણા જીવનમાં પહેલા નખર આપવા જોઇએ. જેને શ્રી જિનાલયમાં મજા આવે છે, તે નિયમા અપભવી છે, તેને સ`સાર-શેરીની ધૂળમાં અકળામણ થયા સિવાય રહેતી નથી, એ પણ હકીકત છે.
ઉપકારક આ વાતાને આ ગ્રન્થમાં વણા લેવામાં આવી છે, તેનું એક ચિત્તે અધ્યયન કરવાથી શ્રી જિનપ્રતિમા તરફ શ્રી જિનરાજ તરફ હાય છે તેવાજ પરમ પૂજ્યભાવ પેદા થયા સિવાય રહેતે નથી. અને તેથી શ્રી જિનાજ્ઞાના પાલન માટે જરૂરી આત્માલ્લાસ પણ જાગે જ છે અને કાળાં કર્માનાં વાદળાં દૂર દૂર ભાગે છે, આત્માને એના ગુણાની જ ભૂખ જાગે છે-પરિણામે ભવદુઃખ ભાગે છે. આત્મરતિ જાગે છે. આત્મા પરમાત્માને પગે લાંગે છે અને કોઈ તુચ્છ વૃત્તિને નમવાના બ્યામાહ જડમાંથી નાબૂદ થઈ જાય છે.
માટે ફરી ફરીને એજ ભલામણ કે ત્રિજગપતિ શ્રી જિનરાજની પ્રતિમાની ભક્તિમાં આપણે આપણી સર્વ શ્રેષ્ઠ શક્તિના સદુપયોગ કરવામાં કૃતનિશ્ચયી બનીએ !
સમાપ્ત