Book Title: Pratima Pujan
Author(s): Bhadrankarvijay
Publisher: Smruti Granth Samiti

View full book text
Previous | Next

Page 288
________________ ૨૭૧ પરિશિષ્ટ જ્યારે સંસારના શરીરના વિષય કષાયને પિષવા કોઈ પણ પ્રકારના પ્રસંગે -લગ્ન ભોજન સમારંભ–પાટી–પીકનીક-મેળાવડા-શણગાર-સજાવટ-ફટાકડા ફોડવા ઈત્યાદિ પાછળ થતાં લખલૂંટ ખર્ચ–એ ધનને દુર્વ્યય છે, વિલાસ અને વિકાર તરફ છવને ધકેલી મનની ખાના ખરાબી કરે છે, અશુભ પ્રકારનાં કર્મો બંધાવી -જીવને દુર્ગતિમાં ધકેલે છે, જેનાં આકરાં પરિણામ જીવને ભોગવવા પડે છે. પ્રશ્ન ૫ શું મંદિર સિવાય આત્માને ઉદ્ધાર ન થાય ? ઉત્તર મંદિર, મૂર્તિ અને તેના મહત્વનું જ્ઞાન અને ભાન કરાવનાર ગુરૂ કે ધર્મ વિના આત્માનો ઉદ્ધાર શક્ય નથી. જિન મંદિર તે ભવ્યાત્માને ભદધિથી તારનારૂ જમ્બર જહાજ છે. મનને સ્થિર કરવા માટેનું મહાન-પુષ્ટ આલંબન છે, દયા–દાનાદિ ધર્મોની-શુભ-કાર્યોની પવિત્ર સરવાણી ત્યાંથી ફુટે છે, વહે છે અને લાભ લેનારને લાભ કરે છે. પતિતને પણ પાવન કરે છે. અમને પણ ઉદ્ધાર કરે છે. જીવ માત્ર પ્રત્યે નેહભાવ જગાડનાર, અથવા તે જીવ માત્ર પ્રત્યે મધુર મૈત્રીને મેળ કરાવી આપનાર, જિન ભક્તિ તે જિન મંદિરમાં જ થાય ને......! પરમાત્માની પ્રતિમાંનું દર્શન હરહાલતમાં તેઓના સામાયિક સ્વરૂપને યાદ કરાવે, ને એમાંથી જગતના છ પ્રતિ કરૂણ-કૃપા અને દયાનાં ઝરણાં વહી રહ્યાં હોય તેમ લાગે. હાથ–પગ અને હેડની મુદ્રા એક સમર્થ યેગી પુરુષનું જ્ઞાન કરાવે, પ્રભુજીના સમગ્ર વ્યક્તિત્વમાંથી વીતરાગતાને ધધ વહી રહ્યો હોય અને તે આપણને પાવન કરી જતો હોય તેવી પ્રતીતિ કરાવે, તેવાં મંદિર અને મૂર્તિથી આત્માને ઉદ્ધાર અચુક થાય, અન્યથા નહિ. પ્રશ્ન ૬ મંદિર બાંધવામાં જે જીવહિંસા થાય, તે જોતાં મંદિરે ન બાંધવા એ દયાનું કાર્ય ન ગણાય? ઉત્તર ૬ જે શ્વાસ લેવો એ પણ હિંસા થાય, તે શ્વાસ ન લેતા મોતને સ્વીકારવું એ સત્કાર્ય ન ગણાય? દ્રવ્ય પ્રાણેને ટકાવવા માટે જેમ શુદ્ધ હવાપાણી અને ખેરાકની જરૂર છે. તેમ તેથી પણ વધુ જરૂર તે ભાવ પ્રાણેની શુદ્ધિને ટકાવવા માટે જિનાલયોની છે, દેવ મંદિરની છે. મંદિરમાંથી જ મનને આત્માને ખોરાક મળે છે. અને મનની મલીનતા ટળે છે. - જેના દર્શનથી દુરિતને વંસ થાય છે, પાપનો નાશ થાય છે, તેવા પ્રભુજીની પ્રતિમાનું નિવાસ સ્થાન મંદિર છે. મકાન અને મહેલે બાંધવાથી પાપ બંધાય, જ્યારે મંદિર બાંધવાથી જીવ પુણ્યાનુબંધી પુણ્ય પેદા કરે અને અહિંસા એ પરમ ધર્મ છે–એમ કહેનાર પ્રિભુજીની સ્મૃતિને મંદિર દ્વારા તાજી કરે છે. પ્રશ્ન. ૭ મંદિર માગીઓના કાલજા પથ્થર જેવાં કઠણ હોય છે. તે સાચું છે? નમ - -

Loading...

Page Navigation
1 ... 286 287 288 289 290