________________
ર૭૦
પ્રતિમા પૂજન
ઉત્તર-સંસારી મન વિવિધ રંગી રંગબેરંગી–અને કઢંગી દુનિયામાં, દુનિયાના પદાર્થોમાં રહેવાને ટેવાયેલું છે. તેથી જ સંસારના પાંચ વિષયોનું આકર્ષણ મનને-જીવને સદા થતું રહે છે.
તાજમહેલ, ઓપેરે ફાઈવ સ્ટાર જેવી હોટેલમાં વિષય રસ માણવા માટે મન થતું હોય છે. રેડિ-સંગીત-ચલચિત્ર-રંગીન ટી.વી. જેવાનું, વાતાનુકુલિત
સ્થાન કે જગામાં રહેવાનું, મન ઈચ્છા કરતું રહે છે. ગ્રાહકોને આકર્ષવા માટે વિવિધ હટેલો-દુકાને કે વસ્તુઓની રંગબેરંગી સજાવટ જે અનેરા આકર્ષણ ધરાવતી હોય, તો મોહાંધ છોને આકર્ષણ કરવા માટે વિવિધ આકાર– ઘાટનાં મંદિર બને એ ખૂબ જ ઇચ્છવા જોગ છે. ગગન ચુંબી ભવ્યાતિભવ્ય—મનોહર મંદિર મનને અચુક આ, આરાધનાનો વિષય બને, ચિત ચૂંટે, તેવાં હેવાં જરૂરી છે, ધર્મ મંદિરની વિશાળતા તેના સંત-કમાને-ઘુમ્મટનું ભવ્ય રૂ૫, છાયા પ્રકાશની યોજના તથા રમણીય આકાર; જેનારને મુગ્ધ કરે, આનંદ આપે અને મનુષ્ય આત્મામાં કઈ દિવ્ય પ્રકાશ-શાંતિ અને ભક્તિ ભાવને અનુભવ કરાવે.
ભગવાનની પ્રતિમા પણ જ્ઞાન- શાંતિ–પ્રેમ-કરૂણું અને વિતરાગતા વહાવે, જોનારના જીવનમાં જીવંત બને, તે બધા પાછળ થતો લાખે-કરડેને ખર્ચ એ ધનનો સદ્વ્યય છે અને તે ધન શુદ્ધિનું કારણ પણ બને છે, અને જીવને પુણ્ય ઉપાર્જન કરવામાં સહાયક પણ બને છે.
આજે પણ રાણકપુરના કે દેલવાડાનાં મંદિરે ભૂલાય તેમ નથી. આ બધા મંદિરે પાછળ ધર્મપ્રેમી આત્માઓએ કરેલ ખર્ચ એ જ ધનને સાચો સવ્યય છે.
એક પેઢી પણ સારી હોય તે વશપરંપરાને લાભ કરે છે. આ તે પુણ્યરૂપી ધન કમાવવાની પેઢી છે, અને તે પુણ્ય કમાવવાની કેળવણી છે, જે આખા સંઘ અને સમાજ કે સમગ્ર લેક સમુદાયને ઉપયોગી અને ઉપકારક પણ છે.
મંદિરની રચના ભવ્ય હશે–રમણીય હશે તે ત્યાં જવા માટે મન થશે. મનને સ્થિર અને શાંત કરવાનું સ્થાન મળશે. પ્રભુજીની આંગી પૂજા પણ ખુબ સુંદર હશે તે મનમાં ભાવની ભરતી જાગશે. વિવિધ તાલમાં-સ્વરોની સંવદિતતામાં, સંગીતની સુરાવળીમાં, નાદની વ્યવસ્થામાં પરમાત્માનાં ભાવ ભર્યા સ્તવનેનો રમઝટ હશે તે જ ચિત્ત પ્રસન્નતા પામશે, આનંદ લોન બનશે. તેથી આ બધા પાછળ થતા ખર્ચ ઊગી નીકળે છે.
આવા પુકારની ભક્તિ મુક્તિમાં જવા માટે સાથ આપે છે. માનવનાં જન્મો જન્મના દુઃખ દારિદ્ર અને દુર્ગતિ મટાડે છે, ટાળે છે, અને જીવને શાશ્વત સુખ તરફ વાળે છે.