Book Title: Pratima Pujan
Author(s): Bhadrankarvijay
Publisher: Smruti Granth Samiti

View full book text
Previous | Next

Page 285
________________ ર૬૮ - પ્રતિમા–પૂજન મંદિરની પૂજા ઘટે તે શરીરની પૂજા વધે એ પણ દીવા જેવું ચોખ્ખું છે. શરીર સુખને પોષવા ધંધાથે લેકે શહેર તરફ વળ્યા છે. શહેરો તરફની આંધળી દેઢ એ માનવ અને માનવતાના વિનાશનું કારણ બની છે. શહેરની વસતિ ગીચોગીચ બની છે. વસવાટના પ્રશ્નો ઉભા થાય છે. કારખાનાં, યંત્ર, મીલે, ફેકટરીઓના કારણે હવા પાણી અને ખોરાક દૂષિત બની રહ્યા છે, તેથી પ્રદૂષણને પ્રશ્ન અને ભય પેદા થવા પામ્યો છે, અનેક પ્રકારના રોગના ભાગ પ્રજા બની રહી છે. દારૂ-સટ્ટા-માંસાહાર-જુગાર વ્યાપક બનતાં જાય છે, ગ્રામીણ જીવન બગડતુ જાય છે. શહેરી કરણચંત્રીકરણ ઉદ્યોગી કરણના કારણે આજે વિશ્વભરમાં વિષાદ વ્યાપી વળ્યો છે. પારાવાર પોડાઓ ઉભરાય છે. Tension બધાના જીવનમાં દેખાય છે. અને ચિંતાઓના ખડકલા નીચે માનવ જીવન હાડપિંજરમાં ડોકાય છે. આવા દાવાનળમાં ભડથું થઈ રહેલા માણસને ધર્મનું શીતલ જળ જ, ઠારી શકશે, મંદિરમાં રહેલા દેવ કે ઉપાશ્રયમાં રહેલા ગુરૂ જીવનને સાચો રાહ બતાવી શકશે. ગામડાની પ્રજામાંથી પણ આજે શહેર પ્રત્યેના મોહને કારણે, શહેરી સંસ્કૃતિના આકર્ષણને કારણે, ધર્મ અને નીતિનો લેપ થતું જાય છે. ગ્રામ જીવન કથળતું જાય છે. તેવા સમયે વિષય-વિકાર પર વિજય મેળવવા માટે, વાસના વિહીન થવા માટે, ઈચ્છાઓને નિયંત્રિત કરવા માટે, મનોવૃત્તિઓને સંયમિત કરવા માટે મંદિરો, ઉપાશ્રય અને સાચા ધર્મગુરૂઓની ખૂબ જ આવશ્યકતા ઉભી થાય છે. - મંદિર અને ઉપાશ્રયો એતો સાચા જીવનની શિક્ષા અને દીક્ષા આપનાર સંસ્થાઓ છે. તેના વધારા સામે આનંદ હોય. જ્યાં વિરોધ કરવાનું છે, ત્યાં આંખ પણ ઉંચી ન થાય અને જ્યાં કાર્ય કરવાનું છે, ત્યાં બૂમાબૂમ કરી મૂકાય, એજ માનવીના પરમાર્થ (ધાર્મિક) જીવનને પરાજય છે. પાર્થિવ જીવનની છત છે. જ્ઞાની ભગવતેએ બતાવેલાં આત્માના વિકાસને રૂંધતાં સાધનોને પોષવા એતો સામે ચાલીને પોતાનો વિનાશ નોંતરવા જેવું કાર્ય છે, તેને ભાગ્યે જ કઈ સજજન– સુજ્ઞ પુરૂષ સાથ સહકાર આપી શકે. જેમાં માણસને સાચા જીવન જીવવાની સૂઝ અને સમજ મળે, કર્તવ્યની કેડી પર ચાલવાને આનંદ મળે, પ્રભુ આગળ પાપને એકરાર કરવાને ઉપદેશ મળે, પિતાને ઓળખવાનો અવસર મળે, અને માનવ જીવનને કૃત-કૃત્ય કરવાને મન મળે, તેવા મંદિર અને ઉપાશ્રયો ગામમાં એક કરતાં વધુ હોય તો તે સહુને ઉપકારી બને છે. સંસ્કારી I ના કર

Loading...

Page Navigation
1 ... 283 284 285 286 287 288 289 290