Book Title: Pratima Pujan
Author(s): Bhadrankarvijay
Publisher: Smruti Granth Samiti

View full book text
Previous | Next

Page 281
________________ ૨૬૪ પ્રતિમાપુજન m હાય છે, તેનુ ઉથ્વી કરણ થઈને શ્રીજિન પ્રતિમામાં સ્વ-સ્વરૂપને નિરખવા-પારખવાનું ચલણુ મને રાજ્ય પર સ્થપાય છે. પ્રતિમા પૂજન સંબધી જે પ્રનેાત્તરી આ ગ્રન્થમાં આપવામાં આવી છે. તેના તલસ્પશી આભ્યાસ કરનારને, એ એક વાત દીવા જેવી સ્પષ્ટ થાય તેમ છે કે, પ્રતિમા-પૂજન વિશ્વ જેટલું જ પ્રાચીન છે, અર્થાત્ અનાદિનુ છે. કોઇ પૂછે કે આંખને સદુપયેાગ શેમાં ? તે કહેવુ પડે કે, જોવા જેવા પદાર્થીને સારી રીતે જોવામાં. જોવા જેવા પદાર્થીમાં પણ ઉત્તમ પદાર્થ કયા ગણાય! જેને જોવાથી મનની ચંચળતા ઓછી થાય, વિષયાના આવેગ મંદ પડે, કષાયના તોફાની વાયરા ઓછા થાય અને આંતરમનમાં આત્મલેાકની નિર્મળ છબી પ્રતિબિંઅિત થાય. આવા પદાર્થ આ વિશ્વમાં શ્રીજિન પ્રતિમા રૂપે વિદ્યમાન છે, એમ કહેવામાં જરા પણ અતિશયાક્તિ નથી. સાકાર શરીર વાટે નિરાકાર આત્માની સંપૂર્ણ શુદ્ધિની સાધના થઇ શકે છે, તેમ નિરકાર પરમાત્માની સાધના તેમના નામ, દ્રવ્ય અને ભાવરૂપ નિક્ષેપાની જેમ સ્થાપના નિક્ષેપાથી પણ થઇ શકે છે. ભાવ જેમના ભાવ-નિક્ષેપો પૂજ્ય હોય છે, તેમના બાકીના ત્રણે નિક્ષેપા પૂજ્ય હોય છે. તેમ છતાં જે શ્રી તીર્થંકર પરમાત્માના નિક્ષેપાને જ પૂજ્ય માને છે અને સ્થાપના નિક્ષેપાને પૂજવા ચેાગ્ય નથી માનતા તેઓ તત્ત્વત: શ્રીતીર્થંકર દેવની આશાતનાના ભાગી અને છે, એ હકીકતની તાત્ત્વિક તેમજ તસ`ગત સ્પષ્ટતા આ ગ્રન્થમાં કરાવામાં આવી છે. અમૂર્ત પરમાત્માના પરમ મંગલકારી સ્વરૂપને મૂતિ માં ઉતારીને અસીમેાપકારી ભગવતાએ જે ઉપકાર ત્રિભુવન ઉપર કર્યા છે. તેનું ચકિંચિત્ પણ ઉપકારક મૂલ્ય બુદ્ધિગ્રાહ્ય કરવું હોય, તેા ઘડી ભરને માટે એમ ચિંતા કે–જો જગતમાં જિન-પ્રતિમા ન હોય તેા શુ થાય? –તા કયાંય શ્રી જિનમદિર ન હેાય. લાક ષ્ટિએ ગામમાં દવાખાનુ ન હાય તા ત્યાંની વસ્તીને કેવી-કેવી પરેશાની ભેાગવવી પડે તે આપણે તરત સમજી શકીએ છીએ, અને તેવી સમજથી પ્રેરાઈને દવાખાના માટે સૌ કોઈ સક્રિય બને છે. આ દવાખાનુ એ દેહરોગના ઇલાજનું કેન્દ્ર છે. તેમાં આત્માના રોગની કોઇ દવા નથી મળતી. એ દવા તે શ્રી જિનમ`દિરમાં મળી શકે છે.તેા દેહના સ્વામી એવા આત્માની

Loading...

Page Navigation
1 ... 279 280 281 282 283 284 285 286 287 288 289 290