________________
૨૬ર
પ્રતિમા પૂજન શ્રી જિનપૂજાથી વિનય ગુણ પણ સિદ્ધ થાય છે. 'विनीयते अपनीयते विलीयते वा अष्टप्रकार कर्म येन स विनयः।'
આઠ પ્રકારના કર્મ જેનાથી દૂર થાય, નાશ પામે, તે વિનય કહેવાય છે. તે વિનય સર્વ ગુણનું મૂળ છે.
વિનય રહિત આત્માને ધર્મ કે તપ નિષ્ફળ માન્ય છે, વિનયથી. જ્ઞાન પ્રાપ્ત થાય છે. જ્ઞાનથી દર્શન, દર્શનથી ચારિત્ર, ચારિત્રથી મેક્ષ અને મેક્ષથી અવ્યાબાધ સુખની પ્રાપ્તિ થાય છે.
આ વિનયના પાંચ મુખ્ય પ્રકાર છે: જ્ઞાન વિનય, દર્શન વિનય, ચારિત્ર વિનય, તપ વિનય અને ઉપચાર વિનય. - શ્રી જિનેશ્વર દેવની પૂજામાં આ પાંચ પ્રકારના વિનય સચવાય છે અને એના ફળરૂપે અપૂર્વ જ્ઞાન, અપૂર્વ દર્શન, અપૂર્વ ચારિત્ર અને અપૂર્વ તપ આદિ ગુણોની પ્રાપ્તિ થાય છે. માટે આવા અલૌકિક લાભને આપનારી શ્રી જિનપૂજાને વિશ્વના વિવેકી આત્માએ પોતાના જીવનમાં અગ્રિમતા આપે છે અને તેમાં પિતાના શ્રેષ્ઠ દ્રવ્ય-ભાવ આદિને સદુપયોગ કરે છે.
શ્રી જિનપૂજા નહિ કરવાની મતિ બંધાય છે, તે આ ત્રણ મહાન ગુણેની પ્રાપ્તિ દુર્લભ બને છે, એટલું જ નહિ. પણ તેના પ્રતિપક્ષી દે–ગુણષ, કૃતઘ્નતા અને અવિનય આત્મામાં વધુ દઢ બને છે, તેથી આત્માનું ભવભ્રમણ વધે છે. ભવભ્રમણ વધવાથી ભવ-સંબધી યાતનાઓ અને અશાતા વધે છે. તેથી સ્વ-પર પ્રત્યે સદ્દભાવ એકદમ એ છે થાય છે અને વધુ નીચ ગતિના કર્મો બંધાય છે. માટે પ્રભુ પૂજાને પરમપદને પાયે સમજીને સૌ કોઈ આલંબને આવકારે અને આકારના આધારે નિરાકાર, અંજનના આધારે નિરંજન તેમજ રૂપના સહારે અરૂપદશાને વહેલી તકે સાધે એ જ એક કલ્યાણ-કામના.