________________
પ્રકરણ ૫ મું
ર૬
માતા, પિતા, સ્વામી, કલાગુરૂ ધર્મગુરૂને ઉપકાર તે તેમને આ જન્મમાં કે અન્ય જન્મમાં ધર્મ પામવા–પમાડવાના સંગ મળે તે વળી પણ શકે છે, પરંતુ શ્રી જિનેશ્વરદેવના ઉપકારનો બદલો વાળવાને કઈ માર્ગ નથી. કારણ કે તેઓશ્રીને ઉપકાર, લૌકિક સર્વ ઉપકાર કરતાં અનંત ગુણ મટે છે. સદ્ધર્મ પમાડનારા ધર્મગુરૂના ઉપકાર કરતાં પણ તેઓશ્રીને ઉપકાર મોટો છે.
શ્રી જિનેશ્વર દે એ કેવળજ્ઞાન પામીને ધર્મ તીર્થની સ્થાપના ન કરી હોત, તે ધર્મગુરૂ પણ સદ્ધર્મ પમાડવારૂપ ઉપકાર ન કરી શક્યા હોત એ કારણે શ્રી જિનેટવરદે તો ગુરૂના પણ ગુરૂ છે, ત્રણે જગતમાં અજ્ઞાનરૂપી અંધકારને ટાળનાર છે, આંધળાને આંખ આપનારા ઉપકારી કરતાં પણ તેઓશ્રી મેટા ઉપકારી છે.
ત્રણે જગતને સમ્યફ વ્યુતરૂપી ચક્ષુનું દાન કરીને તેઓશ્રીએ અનુપમ ઉપકાર કરે છે. મરતાને જીવન આપનારા કરતાં પણ તેઓશ્રી અનંત ગુણ ઉપકારી છે. કારણ કે મરતાને જીવાડયા પછી પણ તેનું ફરીવાર મરવાનું અટકતું નથી, જ્યારે શ્રી જિનેટવરદેવ એ જગતના જીવેને કદી પણ મરવું ન પડે તે માર્ગ પ્રકાશ્યો છે. એ માગનું આસેવન કરીને અનંતાનંત આત્માઓ જન્મ-જરા અને મરણની અતિ આપત્તિને તરી ગયા છે. તરી રહ્યા છે, અને તેરી જનારો છે. તેથી એમના સમાન બીજે કઈ ઉપકારી નથી
ત્રિજગશરણ, ત્રિભુવનબાંધવ, અકારણુવત્સલ, અસંકલિતકઃપવૃક્ષ, અચિન્ય ચિંતારત્ન, કૃપાસિંધુ, સવજીવહિત ચિંતક, આંતરિક ધન દાતાર, મુક્તિપ’થ પ્રદશક, ઘોર સંસારફ સમુદ્ધર્તા, ભવાટવી સાર્થવાહ, ભદધિનિમક, મહાપ અને મહા માહણાદિ અનંત ઉપમાઓથી અલંકૃત શ્રી જિનેટવર દેવે થાય છે.
આવા અસીમ ઉપકારી શ્રી જિનેશ્વર દેવની પૂજા કરનારે આત્મા, ઉપકારીના ઉપકારને હૃદયમાં ધારણ કરી, કૃતજ્ઞતા ગુણને દીપાવતે ધર્મ-પ્રાપ્તિને લાયક બને છે. તે સિવાય આ લાયકાત કેઈ આત્મા ભાગ્યે જ પ્રાપ્ત કરી શકે છે. અને આ લાયકાત સિવાય, કેઈ આત્મા પરમાર*-પદ પ્રાપ્ત કરી શકતા નથી.