________________
પકરણ ૨૫ મું
૨૫૦
ગુણ-સમુદાયને અવશ્ય પ્રાપ્ત કરે છે. કારણકે ગુણ–બહુમાનને આશયઅધ્યવસાયચિન્તામણિ રત્ન કરતાં પણ અધિક શક્તિ યુક્ત છે.
શ્રી જિનેશ્વરદેવનું પૂજન કરનાર, શ્રી જિનેશ્વરદેવના વીતરાગતાદિ અનંત ગુણેનું બહુમાન કરે છે. તેથી એ બહુમાન દ્વારા તે અનંત પુણ્યનું ઉપાર્જન કરે છે.
શ્રી સિન્દર પ્રકારના કર્તા શ્રી સમસુંદર સુરીશ્વરજી ફરમાવે છે કે"यः पुष्पैजिनमर्चति स्मितसुरस्त्रीलोचनैः सोऽच्यते, यस्त वदत एकशस्त्रिजगता सोऽहर्निशं वन्द्यते । यस्त स्तौति परत्र वृत्रदमनस्तोमेन स स्तूयते, यस्त ध्यायति क्लप्त-कर्म निधनः स ध्यायते योगिभिः ॥"
અર્થ : જે પુણ્યાત્મા પુષ્પ વડે શ્રી જિનરાજને પૂજે છે, તે સિમત વદનવાળી દેવાંગનાઓના લચને વડે પૂજાય છે. જે એક જ વાર શ્રી જિનરાજને ભાવપૂર્વક નમે છે, તે ત્રણે જગત વડે નિરંતર વંદન કરાય છે. જે ગુણ-બહુમાનના ભાવથી શ્રી જિનરાજની આ લોકમાં સ્તુતિ કરે છે, તે પરકમાં ઈન્દ્રોના સમુદાય વડે સ્તુતિ કરાય છે. શ્રી જિનેશ્વરદેવનું મનથી ધ્યાન કરે છે. તે સમસ્ત કમનો અંત કરનારે બની યોગી પુરુષો વડે પણ ધ્યાન કરાય છે.
ઉક્ત કથનમાં જેઓને અતિશક્તિ લાગતી હોય અથવા શ્રદ્ધા ન બેસતી હોય, તેઓએ શ્રી જિનેશ્વર દેવના અનંત ગુણની ગણનામાં મન પરોવવું જોઈએ.
શ્રી જિનેશ્વરદેવે અનંત ગુણના પુંજ છે. સર્વ ગુણના પ્રકર્ષને પામેલા છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, ક્ષમા, માર્દવ, આજવ, સંતોષ, શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્તિક, દાન, શીલ, તપ, ભાવ, દર્શન, જ્ઞાન, ચારિત્ર વૈર્ય, સ્વૈર્ય, ગાંભીર્ય, દાક્ષિણ્ય, સૌજન્ય અને ઔદાર્ય આદિ સ્વપપકારક જેટલા ગુણ આ જગતમાં સંભવિત છે, તે સર્વ ગુણોનું પાલન શ્રી જિનેશ્વર દેવે એ સ્વયં કર્યું ! છે, અન્ય પાસે કરાવ્યું છે, તેમજ તે ગુણોનું નિરંતર પાલન થતું ! રહે તેવા પ્રકારનું તીર્થ જગતમાં સ્થાપીને અંતે અવ્યાબાધ પદને વરેલા છે. એમનાથી અધિક ગુણવાન આ જગતમાં બીજે કઈ છે નહિ.