Book Title: Pratima Pujan
Author(s): Bhadrankarvijay
Publisher: Smruti Granth Samiti

View full book text
Previous | Next

Page 275
________________ પ્રતિમા પૂજન ૩૫૮ હાય છે. તેવા જીવાને શ્રી જિનેશ્ર્વર દેવાની શાન્ત આકારવાળી પ્રતિમાઓ જોઈ ને કર્મના ક્ષાપશમ થાય છે. કર્મના ક્ષયાપશમ થવામાં શાસ્ત્રકારોએ દ્રવ્યાદિને હેતુ માનેલા છે. શ્રી જિનેશ્વરદેવેાના મનેાહર બિખા, એ ઉત્તમાત્તમ દ્રવ્યુ છે. શ્ર જિનમદિર એ ઉત્તમ ક્ષેત્ર છે. પૂજન વખતના કાળ તથા ભાવ પણ ઉત્તમ હોય છે. ઉત્તમ પ્રકારના દ્રશ્યાદિની સામગ્રી મળવાથી માહરૂપી મળ ઘટે છે. અને મેહનીયાદિ કર્મ-પ્રકૃતિના ઉપશમ, ક્ષચેાપશમ કે ક્ષય થાય છે. માહનીયના ઉપશમાદિ થવાથી ચિત્ત પ્રસન્ન-સ્વચ્છનિર્માળ થાય છે. ચિત્ત નિર્મળ થવાથી શ્રી જિન વચન પ્રત્યે શ્રદ્ધા આવિર્ભાવ પામે છે, તેથી શ્રી જિનવચનનું શ્રવણુ સમ્યક્ પ્રકારે થાય છે. અને આ પ્રકારના શ્રવણથી સમ્યક્ દન આદિ ગુણાના આરાધકને લાભ થાય છે. સમ્યગ્દર્શન આદિ ગુણાને પામેલા આત્માઓને પણ શ્રી જિન પ્રતિમાના દર્શન, વંદન, પૂજનાદિ વડે પ્રમાદાદિદૂર થાય છે, સ વેગાદિ વધે છે અને શ્રી જિન ગુણુના ધ્યાનમાં મન એકાગ્ર થાય છે અને તેથી પરમ શમરસભાવની પ્રાપ્તિ થાય છે. માટે શ્રી જિન-પ્રતિમા-પૂજન સર્વથા ન્યાય–સગત કરે છે. શ્રી જિન પૂજનથી ત્રણ ગુણની સિદ્ધિ (૧) ગુણ–મહુમાન, (૨) કૃતજ્ઞતા અને (૩) વિનય આ ત્રણ ગુણુ શ્રી જિન પૂજનથી સિદ્ધ થાય છે. ગુણુ-બહુમાનના પ્રભાવ વર્ણવતાં શાસ્ત્રકાર ભગવ ંતા ફરમાવે છે કે " गुण बहुमानिनो हि जीवा बहुमानद्वारोपजातावन्ध्य पुण्य प्रबन्ध सामर्थ्यान्नियमादिहामुत्र च शरच्छशघरकरनिकरगौरं गुणग्राममवश्य मवाप्नुवन्ति तद्बहुमानाशयस्य चिन्तारत्नादप्यधिकशक्तियुक्तत्वात॥" અર્થ :-ગુણા પ્રત્યે બહુમાન ધારણ કરનારા જીવા, એ બહુમાન દ્વારા ઉપાર્જન કરેલ અવધ્ય પુણ્ય સમૂહના સામર્થ્યથી, આલાક અને પરલેાકમાં શરદ ઋતુના ચંદ્ર કરણના સમૂહ જેવા ઉજ્જવળ

Loading...

Page Navigation
1 ... 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290