________________
પ્રતિમા–પૂજન: પરમપદના પાચા !
૨૫
ધ્રુવ પૂજનની અગત્યતા
नामादि भेदैविंशदैश्चतुभि- ये लोककालत्रितय पुनन्तः । भवोर्द्विजां मुक्तिपदं ददन्ते, सर्वेऽपि ते सर्वविदो जयन्तु ॥ (પૂ.આ. શ્રી મુનિસુંદર સૂરિજી) અચ્-નિમ ળ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર ભે વડે ત્રણે લાકને, ત્રણે કાળ પવિત્ર કરતા જેએ ભવથી ઉદ્વિગ્ન થયેલા આત્માઓને મુક્તિપદ આપે છે, તે સર્વે સર્વાંવિદ્યા-શ્રી જિનેશ્વર દેવા જયવંત વતા.
શાકાર ભગવતાએ ધરૂપી મહેલ ઉપર ચઢવા માટે પ્રથમ ભુમિકારૂપ ચાર પગથિયાં બતાવ્યાં છે. તેમાં પ્રથમ સ્થાન દેવપૂજનને છે,
દેવમંદિરનું આગવું પવિત્ર વાતાવરણ ત્યાં જઈ ને બેસનારને પણ કંઈક લાભ તા કરે જ છે, તેમાં પ્રતિમા અને તેની ભક્તિ અધિક પ્રાણ પૂરેછે. એક બગીચામાં જઈને બેસનારને ત્યાંની સુગંધને અનાયાસે અનુભવ થાય છે. તેમ દેવમંદિરમાં જઈને બેસનારને થાડીક પણ દિવ્યતાના સ્વાભાવિક લાભ મળે છે અને તેમાંય સર્વ પ્રકારની અશાત
ના ટાળીને, શાસ્ત્રોક્ત સર્વ શુદ્ધિઓનુ જ્યાં પાલન કરવાની ચિવટ રખાય છે તે શ્રી જિનમંદિરમાં જઈને બેસનારને તે આ લાભ મળ્યા સિવાય રહેતા નથી.
ગમે તેવા કલામય રાજમહેલ, તેમાં વસનારને જે સુખ આપે છે, તે રાજસિક હોય છે, સાત્ત્વિક નથી હોતું. એટલે તેનાથી દેહને ઠીક જેવુ લાગે છે, પણ આત્માની તે પરાધીનતા જ પાષાય છે.