________________
પ્રકરણ ૨૫ મું
૨૫૩ જ્યારે શ્રી જિનમંદિરમાં શ્રી જિનેશ્વર દેવની પ્રતિમા મુખ્ય સ્થાને હાવથી, સ્વયં શ્રી જિનેશ્વર દેવના સાનિધ્યમાં અનુભવવા મળતા આત્મિક સુખને આંશિક અનુભવ તે ત્યાં જનાર માત્રને થાય છે. અને તત્વષ્ટિવાળાને તો વિશેષ-આત્મિક લાભ થાય છે.
જેમનાં મન-બુદ્ધિ વગેરે ખૂબ જ ચંચળ એને બહિર્ભાવાત્મક હોય છે. તેમને આ લાભનો પ્રગટ અનુભવ તરત કળા નથી. જે રીતે રસોડાની અતિશય કાળી ભીંત પર લગાડાતા ચૂનાના એક હાથથી પ્રગટ સફેદી તરત ઉઘડતી નહિ હોવા છતાં તે હાથ બાતલ જતે નથી, પણ કાળાશને કંઈક તે ઓછી કરે જ છે, તેમ આવા આત્માઓને પણ શ્રી જિનમંદિરમાં જવાથી કંઈક આત્મિક લાભ તે થાય જ છે અને તેનું પ્રધાન કારણ શ્રી જિનપ્રતિમા છે.
ભૌતિક દષ્ટિએ ગામમાં નિશાળ, દવાખાનું, વ્યાયામ શાળા, મનેરંજન કેન્દ્ર, બાગ વગેરે જેટલાં જરૂરી મનાયા છે, તેના કરતાં ખૂબખૂબ જરૂરી દેવાલય છે. નિશાળ, દવાખાનું, વ્યાયામ શાળા, મનરંજન કેન્દ્ર, બાગ વગેરેથી શરીરને ફાયદો થતો મનાય છે, તે વાત ક્ષણભર માની લઈએ, તે પણ શરીરના સ્વામી એવા આત્માને તેનાથી ફાયદે નથી થતો એ હકીકતનો ઈન્કાર થઈ શકે તેમ નથી. એટલે એક કાળે આ દેશના પ્રત્યેક ગામમાં ઓછામાં ઓછું એક દેવાલય નિર્માણ કરવાની કાળજી રખાતી હતી !
કરોડ–બે કરોડના ખર્ચે એક દવાખાનું ઉભું થાય છે, તે તેની ખૂબ જાહેરાત થાય છે તેમજ તેના ઉદ્દઘાટન સમારંભમાં સમાજના આગેવાનો હર્ષભેર સામેલ થાય છે, આવાં દવાખાનેથી દેહના કેટલાક રેગ થડા સમય માટે દૂર થાય છે, તે તેનાથી થતે દષ્ટ ફાયદે છે.
જ્યારે ઉત્તમ જિનાલયનું નિર્માણ થાય છે તે તેનાથી વપરને સીધા તેમજ આડકતરા જે લાભ થાય છે, તેમાં રોગમુક્તિ, ચિત્તશુદ્ધિ, પવિત્ર વિચાર તેમજ આત્મરતિ વગેરેને સમાવેશ થઈ જાય છે.
અનુભવી શાસ્ત્રને મત છે કે, દેવાલય વગરના ગામ-નગરએટલે આત્મા વગરના શરીર. ગામ–નગરમાં દેવાલય ન હય, એટલે પૂ. સાધુ-સાધ્વીજીને સમાગમ ભાગ્યે જ થાય, વ્રત-નિયમ પાળવાની વૃત્તિ જાગે નહિ, પશુ જેવા જીવનમાં જ રાત-દિવસ પસાર થાય, મન
-
% જ
કામ
-
ના
*
*
*
*