________________
ઉ૧
- જ
નમન
કઈ જ
મૂર્તિ બનાવવા પ્રયત્ન છે અને નિષ્ફળ છે-એમ કેમ કહેવાય ! , આકારવાળાનું જ્ઞાન આપવાનું સાધન આકૃતિ છે, તેમ નિરાકારનું પણ જ્ઞાન આપવાનું સાધન તેમની મૂર્તિ છે.
મૂર્તિપુજાનું ખંડન કરનારા પિતાના આકા૨ વિનાના વિચારો બીજાઓને સમજાવવા માટે મૂતિનો જ આશ્રય લે છે. તેઓનાં સઘળા પુસ્તક નિરાકાર વિચારોને સમજાવનારી મુતિઓ જ છે. બે-ચાર અક્ષરવાળા નામમાં નામવાળાને સહેજ અંશમાં પણ મળતું આવે તેવું શું છે?
‘દયાનંદ” એવા ચાર અક્ષરવાળા નામમાં દયાનંદ સરસ્વતીના કહેવાતા ભગીરથ પ્રયત્નનું, અવિરત ઉત્સાહનું કે પ્રચંડ પ્રતિકાર શક્તિનું ભાન કરાવે એવું શું છે ? છતાં એ ચાર અક્ષરના સમુદાયથી બનેલી અક્ષર-મૂતિને જોઈને તેમના અનેક ભક્તોનાં હદય અપૂર્વ ભક્તિથી ઉભરાય છે ?
વિચાર જેવા નિરાકાર વસ્તુને અન્યને બંધ કરાવવા માટે વાંકા ચૂંકા અને આડા અવળા લીટા જેવા અક્ષરે કે તેની આકૃતિઓ, કે જેના સ્વરૂપને વિચારના સ્વરૂપની સાથે લેશ પણ મળતાંપણું નથી, તેને નિત્ય ઉપગ કરતાં છતાં પણ, મૂર્તિપૂજાનું ખંડન કરનારા મનુષ્ય પોતાને કઈ રીતે બુદ્ધિમાન ગણાવી શકે છે ?
આફ્રિકાના હબસીઓ આગળ આગમશાસ્ત્રોને ધરે, તે તેમને તે કીડી, મંકેડી જેવા વાંકાચુંકા લીટા સ્વરૂપ જ લાગશે. જગતના ઉત્તમ પુસ્તકાલયમાં કૂતરા, બિલાડાઓને છોડી મૂક્યા હોય, તો તેમને જ્ઞાનનાં ભંડારરૂપ મહામૂલ્યવાન પુસ્તકો પણ મોઢામાં ઘાલીને તોડવા ફોડવા જેવાં જ લાગે કે રમવાના સાધનરૂપ જ ભાસે, પરંતુ જેમને ભાષાજ્ઞાન થયું છે અને તેથી જેઓ અક્ષરોની મૂતિ પાછળ રહેલા જ્ઞાન રૂપી પ્રકાશને જોઈ શકે છે, તે છે એ પણ શું તુચ્છ મતિના કૂતરા, બિલાડાની જેમ દાંતમાં ઘાણીને તેડવા-ફેડવા કે રમવાનાં સાધનરૂપ પુસ્તક માનવાં?
મનુષ્ય-શરીર મળ્યા છતાં અને ધાનથી હજારગુણી કે લાખગુણી બુદ્ધિ મળ્યા છતાં–‘મૂતિ એ નિરાકાર વસ્તુને બોધ નથી કરાવતી. અને જ્ઞાનના રહસ્યને પ્રકાશ પાથરવાને અસમર્થ છે.—એમ બુદ્ધિમાન મનુષ્યએ પણ માનવું, એના જેવું બેહુદુ બીજું છે ? .