________________
*
*
ર૩ર
પ્રતિમા પૂજન જ્ઞાનને જાણવાનું દ્વાર જે મૂર્તિ છે, તે પછી જ્ઞાનસ્વરૂપ પરમેશ્વરને જાણવાનું દ્વાર પણ મૂર્તિ જ હોય, એમાં આશ્ચર્ય શું છે? મૂર્તિને આશ્રય લીધા વિના નિરાકાર વસ્તુને બધ કરી શકાય છે, એમ જેઓ માને છે. તેઓ સાકાર શરીરના સહારા વિના જ નિરાકાર પદને પ્રાપ્ત કરી શકાય છે, એવી નિરાધાર માન્યતાવાળા છે.
જગતમાં જડ અને ચેતન એમ બે તત્ત્વ છે, ચેતન તત્ત્વનું સામર્થ્ય જણાવવાનું દ્વાર જડ તત્ત્વ છે. મનુષ્યને આત્મા પોતાનું અસ્તિત્વનું અને પિતાની સર્વશક્તિઓનું ભાન દેહરૂપ જડ મતિ વડે જ કરીકરાવી શકે છે. ચેતન આત્માએ દેહરૂપ જડ મુતિને અભાવ થતાં પોતાના અસ્તિત્વનું અને પોતાની શક્તિઓનું ભાન કરાવ્યાનું એક પણ ઉદાહરણ આપી શકાય તેમ નથી.
વીજળી અને વરાળનું પ્રચંડ સામર્થ્ય પણ જડ યંત્રને આશ્રય લીધા બાદ જ જણાવી શકાય છે અને કાર્યમાં લાવી શકાય છે. કેવળ, ચૈતન્ય કે કેવળ નિરાકાર અકિય જ હોય છે. કર્તા સાકાર અને વડે ક્રિયા કરી શકે છે. સ્થૂલ જગતમાં જે નિયમો છે, તે જ સૂમ જગતમાં છે. નિરાકાર શક્તિનો અનુભવ કરવા ઈચ્છનાર, સોકાર મૂતિ દ્વારા પ્રયત્ન કરે તો જ તે સફળ થાય છે.
નિરાકાર આત્માનો અનુભવ સાકાર દેહ વિના થઈ શકતો નથી, તેમ નિરાકાર જ્ઞાન પણ આકાર શરીર અને તેના હાથ, પગ, જીભ આદિ અવયા વિના પ્રગટ કરી શકાતું નથી, પુસ્તક વગેરે આકાર વાળી મુર્તિઓ વિના નિરાકાર સિદ્ધાન્તને પ્રસારવાને બીજે કઈ માર્ગ આજ સુધી શોધી શકાયું નથી, - આ રીતે કોઈ પણ નિરાકાર દ્રવ્ય આકારવાળા દ્રવ્યની મદદ વિના જે બુદ્ધિમાં ઊતરી શકતું નથી, તે સર્વ રહસ્યના રહસ્ય અત્યંત નિગૂઢ અને નિરાકાર પરમાત્માના આકારવાળી વસ્તુને આશ્રય લીધા વિના બુદ્ધિમાં ઉતરી શકે, એ શું સંભવિત છે ?
પ્રણવ એટલે ઓમકાર બ્રહ્મને વાચક છે, એમ સર્વ શાસ્ત્રો સ્વીકારે છે. તેને જાપ, ભાવના અને ધ્યાન કરવાથી બ્રહ્મનુ જ્ઞાન થાય છે. એમ શાસ્ત્રો ફરમાવે છે. હવે એ ઓમકાર અને તેને બ્રહ્મમાં શું સરખાવે છે ? બ્રહ્મા ચિદાનંદ સ્વરૂપ છે અને તેના અનુભવથી મનુષ્ય જન્મ