________________
પ્રતિમા પૂજન इत्थ' किं किमितिप्रकल्पनपरैस्त्वन्मूर्तिरुदीक्षिता,
किं सर्वातिगमेव दर्शयति सद्ध्यानप्रसादान्महः ॥ શું આ પ્રતિમા બ્રહામય છે ! શું ઉત્સવમય છે ! શું કલ્યાણમય શું જ્ઞાનાનંદમય છે! શું ઉન્નતિમય છે ! શું સર્વશભામય છે ! આ રીતની. કલ્પના કરતા એવા કવિઓ વડે લેવાયેલી તમારી પ્રતિમા સદ્દધ્યાનના પ્રસાદથી સર્વને ઉલ્લંઘન કરી જનાર એવા જ્ઞાનરૂપ તેજને બનાવે છે. (૮)
त्वप परिवर्ततां हृदि मम ज्योतिः स्वरूप प्रभो! तावद् यावदरूपमुत्तमपदं निष्पापमाविर्भवेत् । यत्रानन्दघने सुरासुरसुख सपिडित सर्वतो,
भागेऽनन्ततमेऽपि नैति घटनां कालत्रयीसंभवि ॥ હે પ્રભુપાપને ક્ષય કરનારૂં, ઉત્તમ પદસ્વરૂપ અને રૂપરહિત એવું અપ્રતિપ્રાતી ધ્યાન જ્યાં સુધી પ્રગટ ન ત્યાં સુધી મારા હદયમાં તમારું રૂપ અનેક પ્રકારે સેવાકારરૂપે પરિણામ પામો ! જે આનંદઘનમાં ત્રિકાલસંભવી અને સર્વ તરફથી એકત્ર થયેલું સુર અસુરનું સુખ અનંતમા ભાગે પણ ઘટતું નથી. (૯)
[૨૦] स्वान्त शुष्यति दह्यते च नयन भस्मीभवत्यानन', दृष्ट्रवा तत्प्रतिमामपीह कुधियामित्याप्तलुप्तात्मनाम् । अस्माक त्वनिमेषविस्मितदृशां रागादिमां पश्यतां,
सान्द्रानन्दसुधानिमन्जनसुख व्यक्तीभवत्यन्वहम् ॥ જિનપ્રતિમાને વિષે જેમને આત્મા ખંડિત થયે છે એવા કુમતિઓનું, તે પ્રતિમા જોઈ હૃદય સુકાઈ જાય છે, નેત્ર બળી જાય છે, અને મુખ ભસ્મ થઈ જાય છે. જ્યારે રાગથી તે પ્રતિમાને અનિમેષ ધષ્ટિથી જોતાં એવા અમને તે આનંદઘન અમૃતમાં નિમજ્જનનું સુખ નિરંતર પ્રગટ થાય છે. (૧૦)
मन्दारमचारुपुष्पनिकरैर्वृन्दारकैरचितां, सदवृंदाभिनतस्य निर्वृतिलताकन्दायमानस्य ते । निस्यन्दात् स्नपनामृतस्य जगती पान्तीममन्दामयावस्कन्दात् प्रतिमा जिनेद्र ! परमानदाय वन्दामहे ॥