________________
પ્રતિમા પૂજન
૧૩૮
અંત:કરણમાં વધારે ઊંચી ભાવના રમણ કરે છે. મૂર્તિને સ્નાન, અલ’કાર, નવેદ્ય વગેરેથી ભજવાથી અંતઃકરણમાં પરમેશ્વર સબધી પ્રેમ અને ભક્તિ સંગીનપણે પાષાય છે.
| A
મૂર્તિરૂપ એક સ્થાનમાં પરમેશ્વરના આરોપ કરેલા હોવાથી, તેટલા જ સ્થાનમાં મૂર્તિપૂજકની વૃત્તિ ઝટ એકાગ્ર થાય છે. તે જેટલી વાર મૂર્તિપૂજન કરતો હોય છે, તેટલી વાર તેની વૃત્તિએ જો કે ઉપરથી જોતા જડ પદાના આશ્રય કરીને રહેલી હોય છે; પણ વસ્તુતઃ જડમાં આા પેલા ઈશ્વર-તત્ત્વના ઘડી ઘડી સંબ ંધ કરવાને તલપ મારતા હોય છે. તેથી તેના અ ત:કરણમાં ઇશ્વર સ`ખ'ધી વિચારાનુ એક શુદ્ધ દ્રષ્ટ જામતું જાય છે અને તેદ્રષ્યમાં નિત્ય અભ્યાસની વૃદ્ધિ થતાં, ઇશ્વરમાં તેના પ્રેમ અને ભક્તિ વધતાં જ જાય છે. આ સાથે જે સ્થાનમાં તે મૂર્તિ પૂજન કરતા હોય છે, તે સ્થાનનું વાતાવરણ પણ તેના પવિત્ર વિચારો વડે અધિક-અધિક પવિત્ર થતુ જાય છે અને નિત્ય આમ થતાં અંતમાં તે દેવગૃહની પવિત્રતા અને આધ્યાત્મિકતા કોઈ વિલક્ષણ શાન્તિને, ભક્તિને અને વૃત્તિના ઉચ્ચ ભાવને પ્રગટાવનાર થાય છે. આવી અનેક દૃષ્ટિએ વિચારતાં મૂર્તિ પૂજન મનુષ્યની મતિને જડ ન કરતાં અધિક શુદ્ધ, આધક ભક્તિવાળી અને અધિક આધ્યાત્મિકતાથી સપન્ન કરવાને સમર્થ થાય છે.
સ્થળ-સ્થળે સ્થપાયેલાં દેવાલયે। અને મદિરાથી આ પ્રજાનું આ આધ્યાત્મિક બળ રક્ષાઈ રહ્યું છે. જો કે મૂર્તિ પૂજનના વિધિ પ્રત્યે દુય થવાથી તથા વ્યવસ્થાપકોના અજ્ઞાનથી અધ્યાત્મબળ ઘણે સ્થળે નામનુ જ રહેવું જોવામાં આવે છે. તેાય નામનું પણ એ અધ્યાત્મ ખળ, જ્યાં મૂર્તિ પૂજન નથી, એવી પ્રજાએાના અધ્યાત્મબળ કરતાં સેંકડે દરજ્જે ચઢીઆતું છે. ઠેકાણે ઠેકાણે દેવાલયેા હોવાથી અનેકવાર રસ્તામાં આવતા-જતાં આર્ય પ્રજાને ઇશ્વર પ્રત્યે વૃત્તિ વાળવાના યાગ થાય છે.
દિવસમાં બે-ચાર વાર પણ ઇશ્વરમાં વૃત્તિને વાળવાના યોગ જે આ પ્રજાને મળે છે, તે તેના દેવાલયાના પ્રતાપ છે, અને આ હજાર દેવાલયાને લીધે પ્રતિદિન જે હજારો ઉચ્ચ ભાવનાએ આ પ્રજાના હૃદયમાં ઉમટે છે અને વાતાવરણમાં પ્રસરે છે, તેથી આ ભૂમિનુ` દેવત્વ,