________________
૨૪૦
પ્રતિભાપૂજન
બરાબર સમજાયા નથી, એટલા જ દોષ છે. તે ન સમજાવાથી મૂર્તિપૂજક આગળ વધતા નથી, અને તેવી હાનિ તા મૂર્તિને નહિ પૂજનારાએ પણ ભેગવી રહ્યા છે.
સ્મૃતિ પૂજકો તા-આધ્યાત્મિક માર્ગમાં એક-બે પગથિયાં પણ આગળ વધેલા છે જ્યારે મૂર્તિને નહિ પૂજનારાની સ્થિતિ તે કોઈ પણ પગથિયામાં નથી. આથી મૂર્તિ પૂજકોને પોતાની પૂજનની વિધિના ઉદ્ધાર કરવાની જેટલી અગત્ય છે, તેટલી ખકે તેથી વધુ અગત્ય મૂર્તિને નહિ માનનારાઓએ પેાતાનુ ઘર સુધારવાની છે. D ઉકત લેખની સમીક્ષા D
એક જૈનેતર ચિ'તકના આ લેખ. એક નહિ પણ અનેક ષ્ટિકાણથી મનનીય છે. તેમાં કોઈ જાતના પૂર્વગ્રહ નથી, પણ મૂર્તિમંત આ વિશ્વમાં, મૂર્તિ પૂજા જે આગવુ સ્થાન ધરાવે છે, તેનુ' સચાટ નિરૂપણ છે. આ લેખ મૂર્તિ પૂજકા માટે પ્રેરણાદાયી છે, તા અમૂર્તિપૂજકો માટે મા દશક છે.
માનવ-મનના સમગ્ર સ્વરૂપના અભ્યાસ કરતાં એ સ્પષ્ટ થાય છે કે- મૂર્તિ પૂજા એ તેને આત્માભિમુખ કરવાના શ્રેષ્ઠ ઉપાય છે. આ ષ્ટિકાણની જે માવજત આ લેખમાં છે, તે તે તેના અભ્યાસ કરવાથી જ હૃદયગત થાય તેમ છે.
તાત્પર્ય કે મૂર્તિ અને તેની પૂજા ભક્તિ એ ભવસાગર તરવાના સુદૃઢ યાન સમાન છે. તેને તે રીતે લાભ લેવામાં સ્વપર હિત સમાએલું છે.
તેમ છતાં માત્ર ભાવ––નિક્ષેપટને આદર કરવા તે બુદ્ધિરહિત
કૃત્ય છે.
ખાખરાની ખિસકોલીને સાકારના સ્વાદની કલ્પના ન આવે, કૂવાના દેડકાને સાગરની વિશાળતાની કલ્પના ન આવે. ઝુંપડીવાસીને રાજમહેલના વૈભવની કલ્પના ન આવે, તેમ જેઓએ શ્રી જિનપ્રતિમાના દર્શન-પૂજન—સ્તવન આદિ કર્યાં જ નથી, તેમના મૈત્રા છવા મુખ આદિ તે અમૃતાસ્વાદની કલ્પના પણ નથી કરી શકતાં, જે આસ્વાદ શ્રી જિનપ્રતિમાના દર્શન પૂજન-સ્તવન આદિ કરનારને અનુભવવા મળે છે.