Book Title: Pratima Pujan
Author(s): Bhadrankarvijay
Publisher: Smruti Granth Samiti

View full book text
Previous | Next

Page 254
________________ 2 Twાવ - કદ અને જમીનની પ્રકરણ ર૩ મું ૨૩૭ પરમેશ્વર જેવા છે, તે તેમને અનુભવ શબ્દોથી લેશ પણ થતું નથી. નારંગીના સ્વાદને અનુભવ કરવા માટે જાતે નારંગી વાપરવી પડે છે, તેમ પરમેશ્વરનો અનુભવ કરવા માટે પરમેને પૂજનાદિ વડે પ્રત્યક્ષ કરવી પડે છે. જે-જે વસ્તુ અગમ્ય હોય છે, તે તે વસ્તુના સ્વરૂપનું અનુભવજ્ઞાન મનથી તે તે અગમ્ય વસ્તુઓમાં એકાગ્ર બનવાથી થાય છે. એડીસને વીજળીના વિવિધ ધર્મ અને તેને ઉપયોગ શી રીતે શોધી કાઢયે? જેનું જેનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું હતું, તેમાં તેમાં મનને તથા વિચારને એકાગ્ર કરવાથી ! રહસ્ય-જ્ઞાનને પ્રકાશ કરનારી એકાગ્રતા એક દિવસે થતી નથી, મનની ચંચળતા અભ્યાસ વિના ટળતી નથી. આથી પરમેશ્વરનું અગમ્ય જ્ઞાન પ્રાપ્ત કરવા ઈરછનારે, પરમેશ્વરમાં એકાગ્ર થવાની પ્રથમ આવશ્યકતા છે અને પછી તેને પગથિયે-પગથિયે અભ્યાસ કરવાની બીજી જરૂર છે, એકાગ્રતાનું પ્રથમ પગથિયું મૂર્તિ પૂજન છે. મૂર્તિ અને તેની પૂજામાં નહિ માનનારા ભલે એમ કહે કે“અમે મનને નિરાકાર ઈશ્વરમાં એકાગ્ર કરવા શક્તિમાન છીએ અને તેથી અમારો અધિકાર ઈશ્વરની માનસિક-પૂજા કરવાનું છે પરંતુ તેમનાં નયન, વચન અને વર્તન સ્પષ્ટ દર્શાવે છે કે આ વાતને વર્તનમાં મૂકવી સહેલી નથી ! એકડેએક ભણ્યા વિના ગણિતના મેટા માંટા કેયડા છોડવા કેઈ સમર્થ થતું નથી, તેમ એકાગ્રતા સાધવાના ક્રમ વાર પગથિયાં ચઢયા વિના કેઈથી એકાગ્રતા સાધી શકાતી નથી. પ્રત્યેક પ્રકારની એકાગ્રતા સાધના–પછી તે વિદ્યા વિષયક હે, કળા વિષયક હે, વ્યાપાર વિષયક હો કે અધ્યાત્મ વિષયક હે, પરંતુ આરંભમાં મૂર્તિ લેવો જ પડે છે. અને આ મૂર્તિમાં મનને જોડવાના અભ્યાસથી ક્રમે-ક્રમે અંતકરણનું બળ વધતાં વધારે સૂક્ષ્મ પદાર્થો કે ધર્મોમાં એકાગ્રતા સાધી શકાય છે. મૂતિ પૂજનમાં અંત:કરણનું બળ વધવાના જે-જે નિયમ છે, તે સંર્વ આશ્ચર્યકારક રીતે જાઈ જાય છે. મૂર્તિમાં ઈશ્વરની ભાવના કરી, મૂર્તિપૂજક તેનું પૂજન-અર્ચન કરે છે, તેથી તે સમયે તેના જાફ કરે ,

Loading...

Page Navigation
1 ... 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290