________________
રરર
પ્રતિમા પૂજન બનાવી પુષ્પ ધૂપાદિથી તેને પૂજે છે, તાજીયા બનાવી તેની સામે રોવાપીટવાનું કામ કરે છે તથા યાત્રાર્થે મક્કા-મદીના જઈ ત્યાં એક કાળા પથ્થરને પ્રણામ વગેરે કરે છે અને તેથી પાપને નાશ થયે એમ દઢતા પૂર્વક માને છે.
મૂર્તિપૂજામાં નહિ માનવાવાળા ઈરાઈએ શુળી પર લટકતી જીસસ ક્રાઈસ્ટની મૂર્તિ અને + (ક્રોસ) સ્થાપિત કરી, પિતાના ચર્ચ (દેવળ)માં તેને પૂજ્યભાવથી જુએ અને દ્રવ્યભાવથી પૂજે છે.
કબીર, નાનક, રામચરણ વગેરે મૂા-વિરોધીઓના અનુયાયીઓ, પિોતપોતાના પૂજ્ય પુરુષની સમાધિઓ બનાવીને પૂજે છે. સમાધિઓનાં દર્શન માટે ભક્ત વર્ગ હર-દૂરથી આવે છે અને પુષ્પાદિ પદાર્થો ચઢાવીને પિતાની શ્રદ્ધા વ્યક્ત કરે છે.
સ્થાનકવાસી વર્ગ પિતાના પૂજ્યની સમાધિ, પાદુકા મૂર્તિ, ચિત્ર, ફેટાઓ વગેરે બનાવીને ઉપાસના કરે છે. દર્શન માટે દૂર-દૂરથી આવે છે અને દર્શન વગેરે કરી પિતાને કૃતકૃત્ય માને છે. આમ, કહેવાનું તાત્પર્ય એ છે કે, કઈ પણ પંથ, મત, સંપ્રદાય,જાતિ, ધર્મ, વ્યક્તિ–મૂર્તિપૂજાથી સર્વથા વંચિત નથી, પણ કેઈને કેઈ પ્રકારે એ મૂર્તિ પૂજક જ છે, કારણ કે કેવળ અમૂર્તમાં જ આસ્થા રાખવાનું કઈ સંસારીનું ગજુ નથી. "
જીદ, હઠાગ્રહ, પૂર્વગ્રહ મત-મમત્વ વગેરે કારણે જેઓ સીધેસીધા મૂર્તિપૂજા નથી કરતા, તેઓ પણ આડકતરી રીતે તે મૂર્તિને પૂજે જ છે,
એવું સાબિત કરનારા આ દાખલાઓ એ પુરવાર કરે છે કે, આ વિશ્વમાં જ્યાં સુધી સાકાર માનવ-પ્રાણીઓ રહેવાના છે, ત્યાં સુધી આકાર-મૂર્તિની પૂજા-ભક્તિ રહેવાની જ છે. જેનાં મૂળ આટલાં ઊંડા અને વ્યાપક છે, તે મૂર્તિ અને તેની પૂજા-ભક્તિ કરવામાં આડે આવતા શુદ્ધ વિચાર-વમળને વશ ન થવામાં જ આપણું સર્વદેશીય હિત છે. - મનહર જિનમૂર્તિમાં મનને પવવાને બદલે મનને ત્યાં નહિ જવા દઈએ, તો એ ક્યાં જઈને કરશે? તે ગંભીર પ્રશ્ન છે. આ ગંભીર પ્રશ્નનો જવાબ આપતાં મહર્ષિ એ ફરમાવે છે કે, મૂર્તિમાન વિશ્વમાંથી મૂર્તિને બાદ કરી દઈએ, તે આત્મા વગરને દેહ જેવી દયનીય –દશા, મડદાલ દશા વિશ્વની પણ થઈ જાય. જે ત્રણે કાળમાં સંભવિત નથી. કારણ કે ત્રિકાળમાં-ત્રિલોકમાં મૂર્તિના પૂજક રહેવાનાં જ છે. માટે જાગ્યા ત્યારથી સવાર ગણીને સહર્ષ પુરુષોત્તમ પરમાત્માની મૂર્તિની પૂજા-ભક્તિમાં મનને તલ્લીન બનાવી દેવોમાં કલ્યાણ છે.