________________
૨૧૭
પ્રકરણ ૨૧ સુ
#
અનુભવીઓ કહે છે કે- પેટપૂજા સિવાય હજી ચલાવી લેવાય, પણ પ્રભુ-પ્રજા સિવાય તા ન જ ચલાવાય ! સર્વ કાળે, સર્વ આત્માઆને સર્વ પ્રથમ પૂજ્ય પ્રભુની પૂજાને પોતાના જીવનમાં પ્રથમ ન મરે સ્થાપીને જ આરાધક આત્મા સર્વ કર્મોના ક્ષય કરનાર સત્ત્વ પ્રગટાવી શકે છે.
144port =>
મૈં ગુણપૂજા માટે પણ આકાર જરૂરી !
અહી કાઈને એવા પ્રશ્ન થાય એ સ`ભવિત છે કે- ઈશ્વરની ઉપાસના માટે જડ મૂર્તિનુ આલંબન લેવા કરતાં, તેમના ખુદ ગુણાનુ આલખન લેવુ' એ શુ ખાતુ છે?
આ પ્રશ્ન ઉ`ડી સમજણ વિનાના છે ઈશ્વર એ જેમ નિરાકાર છે, તેમ ઇશ્વરના ગુણા પણ નિરાકાર છે, ઇશ્વર અને ઇશ્વરના ગુણાને જો આકાર નથી, તેા તેની ઉપાસના અલ્પજ્ઞ જીવા કેવી રીતે કરી શકવાના ? અલ્પજ્ઞ જાને ઉપાસનામાં જોડવા માટે સાકાર, ઇન્દ્રિય ગાચર અને દૃશ્ય પદાર્થોની જ આવશ્યક્તા રહેવાની છે.
ચૈત્રી ન
કાઈ એમ પણ કહે એ સંભવિત છે કે અમે ઈશ્વર કે ઇશ્વરના નિરાકાર ગુણાની મનેામ ંદિરમાં માનસિક કલ્પના કરીને ઉપાસના કરી લઇશું, તેા પછી પાષાણમય મંદિરમૂર્તિની શી જરૂર છે?
આ કથન પણ સાચી સમજના પાચા વગેરનુ છે. મનેામંદિરમાં નિરાકાર ઇશ્વરની પણ કલ્પના તેા સાકાર જ બનવાની! જેમ કે- અષ્ટ મહાપ્રાતિહાર્ય થી વિભૂષિત, કેવળજ્ઞાનાદિ અનત ચતુષ્ટયથી ચુંક્ત, સમવસરણમાં બિરાજમાન શ્રી જિનેશ્ર્વર પરમાત્માની ધમ દેશના વખતની અવસ્થા, આ અવસ્થાની કલ્પના નિરાકાર નહિ, પણ સાકાર છે.
મદિર અને મૂર્તિને માનવાવાળા પણ આ કલ્પનાને જ મૂ સ્વરૂપ આપીને ઉપાસના કરે છે, કલ્પના કરીને કે સાકાર મૂતિ અનાવીને ઉપાસના કરો, બ ંનેનું ધ્યેય એક જ છે. તેમ છતાં તેમાં એટલુ 'તર અવશ્ય છે કે કાલ્પનિક મનેામંદિર ક્ષણવિનાશી છે અને સાક્ષાત મદિર અને મૂતિ ચિરસ્થાયી છે !
માટે ચિરસ્થાયી દૃશ્ય મદિશમાં જઈને ભગવાનની શાન્ત મુદ્રાયુક્ત મૂર્તિની ભક્તિભાવપૂર્વક પૂજન-અર્ચન કરીને આત્મકલ્યાણ કરવું એ સવ શ્રેષ્ઠ ખાખત છે.